SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ અહામુનીશ્વર મહર્ષિ આનંદઘનજી યશ:શ્રીના સ્વામી શ્રુતનિધિ ચશેાવિજય નમું, ત્રિમૂર્તિ ગીતાથે ગીત અમૃત ભક્તિરસ રમું. ( ભગવાનદાસ ). ઉત્તમ ભકિત-અમૃતરસના પ્રવાહ વહાવનારી કૃતિ રચનારા ત્રણ ભક્તરાજો સુપ્રસિદ્ધ છે—શ્રીમાન્ આનંદઘનજી શ્રી. દેવચંદ્રજી, શ્રી. યશવિજયજી. તેઓ પ્રત્યેકની શૈલી કંઇ ને કંઇ વિશિષ્ટતાવાળી છે. શ્રી આનંદઘનજીના સ્તવનામાં સહેજ સ્વયંભૂ અધ્યાત્મરસના ને તેના પરમ પરિપાક સાથે આત્મનુભવના ચમત્કાર ષ્ટિગોચર થાય છે. તેમાં પદે દે ઉત્તમ કવિત્વમય પ્રાસાદ ને માય ગુણની નિષ્પત્તિ થાય છે; અને તેની ભાષાશૈલી સરલ સાદી ને લાલિત્યમય પરમ સસ્કારી છતાં પરમ અર્થગૌરવવંતી ને પરમાર્થ આશયગ’ભીર– સાગરવર ગંભીરા’ છે. શ્રીમાન્ દેવચ’દ્રજીની કૃતિમાં ઉત્તમ તાત્ત્વિક ભકિતની પ્રધાનતા છે. દ્રવ્યાનુયાગની મુખ્યતાથી પ્રભુનુ શુદ્ધ તત્ત્વસ્વરૂપ વિસ્તારથી વર્ણવી, ને તેની ભક્તિના કાર્ય-કારણભાવની તલસ્પર્શી સૂક્ષ્મ સીમાંસા કરી, પ્રભુના ગુણાતિશયથી ઉપજતી પરમ પ્રીતિમય ભક્તિ અન્ન મુખ્યપણે ગાવામાં આવી છે. શ્રી દેવચંદ્રજીની શૈલી પ્રથમ દર્શોને કઇક કઠિન, અ ધન ને પ્રૌઢ છે, અને તેમાં એજસ્ગુણુની પ્રધાનતા છે; છતાં જેમ જેમ અવગાહન કરીએ-ઊંડા ઉતરીએ તેમ તેમ ઉચ્ચ કવિત્વના ચમત્કાર યુક્ત ઊંડા ભક્તિરસ પ્રવાહવાળી તે પ્રતીત થાય છે.
SR No.022975
Book TitleAnandghanjinu Jinmarg Darshan
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherRatanchand Khimchand Motisha
Publication Year1955
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy