SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ દિવ્ય નયન વિરહે વસ્તુ વિચાર અસંભવ ૧૩૫ દુ:સમ” એવું યથાર્થ નામ આપ્યું છે, તે પછી આવા પરમાર્થક્ષીણતારૂપ કાળમાં યથાર્થ વક્તા સમ્યગૃષ્ટિ જ્ઞાની પુરુષની વિરલતા કેમ ન હોય ? પથિક–ગિરાજ ! જે આમ વસ્તુગતે વસ્તુ કહેનારા જગતમાં વિરલા છે, તે પછી વસ્તુને સ્વયમેવ વિચાર કરતાં શું તેની પ્રાપ્તિ ન થાય? વસ્તુસ્વરૂપને પિતાની મેળે ઊહાપોહ કરતાં શું તે ન જણાય? ચેગિરાજ–અરે ! ભલા માણસ ! તું તે ભૂલકણે જ લાગે છે ! મેં હમણુંજ કહ્યું કે “દિવ્ય નયન” વિના આ કાંઈ બનવું સંભવતું નથી. એ દિવ્ય નયન “વિરહે” દિવ્ય નયનના વિરહે ભલા ! વસ્તુ વિચાર અસંભવ વસ્તુને યથાર્થ વિચાર પણ કેમ બને ? એ દિવ્ય નયન વિના ગમે તેટલા વિચાર કરે તે પણ પરમાર્થથી શૂન્ય જ છે. જ્યાંસુધી અલૌકિક ગણિરૂપ દિવ્ય નચન ઉન્મીલન પામ્યું નથી, ખુલ્યું નથી, ત્યસુધી ઓઘદૃષ્ટિએ, લૌકિક દૃષ્ટિએ, પ્રવાહપતિત ગતાનગતિક દૃષ્ટિએ ગમે તેટલા સ્વછંદ વિચાર કરવામાં આવે તે પણ મોટું મીંડું જ છે. એમ તે આ જીવે અનંતવાર આખા બ્રહ્માંડના પદાર્થ સંબંધી અનેક વિચાર કર્યા છે, પણ તે ઓઘદૃષ્ટિએ, એગદષ્ટિએ નહિ. ખગોળ હે ભરતક્ષેત્ર માનવપણે રે, લીધે દુક્સમ કાલ; જિન પૂરવધર વિરહથી રે, દુલહે સાધન ચાલે રે...ચંદ્રાનન જિન.” –મુનિવર્ય શ્રી રવચંદ્રજી
SR No.022975
Book TitleAnandghanjinu Jinmarg Darshan
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherRatanchand Khimchand Motisha
Publication Year1955
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy