SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ આનંદઘનજીનું દિવ્ય જિનમાર્ગદર્શન છે કે-આમ જે તમે માનશે તે સુખદુ:ખની વ્યવસ્થા કેમ ઘટશે? તત્વની સેળભેળરૂપ સંકર દેષ આવશે. ચિત્તમાં વિચાર કરી પરીક્ષા કરશો તે આમ જરૂર ભાસશે. ત્યાં આત્મદર્શનમાં લીન એ વાદી કહે છે કે આ આત્મા નિત્ય જ છે. તેને પ્રતિવાદી આમ યુક્તિથી નિરુત્તર કરે છે કે–એમ માનશો તે કૃતનાશ ને અકૃતાગમ વગેરે દૂષણું આવશે, તે તે મતિહીન હોય તે જ દેખતે તથિી. ત્યાં વળી સુગતને અનુયાયી (બૌદ્ધીવાદી વહે છે કેઆ આત્મા તે ક્ષણિક છે એમ જાણે. તેને બીજે વાદી જવાબ આપે છે કે આત્મા જે ક્ષણિક માનશે તે સુખ-દુઃખ કેમ ઘટશે ? બંધ મેક્ષ વ્યવસ્થા કેમ ઘટશે ? એ વિચાર તમારા ચિત્તમાં લાવી જુઓ. ત્યાં વળી ભૌતવાદી (ચાર્વાક) બેલી ઊઠે છે કે–ભૂતચતુષ્ક અર્થાત્ પૃથ્વી, પાણી, વાયુ ને અગ્નિ એ ચાર ભૂત સિવાયની અલગી એવી કઈ આત્મતત્તવની સત્તા ઘટતી નથી. તેને બીજે પ્રતિવાદી ઉત્તર આપે છે કેઆંધળો ગાડાને ન દેખે, તે તેમાં ગાડાંને શો વાંક? પ્રગટ ચેતનસ્વરૂપ આત્મા છે એવી ચકખી દીવા જેવી વાત તમે ન સમજે, તે તેમાં તે છતી વસ્તુને શો દેષ ? આંધળે ગાડાંને દેખતે નથી તે કાંઈ ગાડાને દેષ નથી, પણ તેના “સૌગત મતિ રાગી કહે વાદી, ક્ષણિક એ આતમ જાણે, બંધમેક્ષ સુખદુઃખ ન ઘટે, એહ વિચાર મન આણે. મુનિસુવ્રત. ભૂતચતુષ્ક વર્જિત આતમ તત્ત, સત્તા અલગી ન ઘટે; અંધ શકટ જે નજર ન દેખે, તે શું કીજે શકટે ? મુનિસુવ્રત.” શ્રી આનંદઘનજી
SR No.022975
Book TitleAnandghanjinu Jinmarg Darshan
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherRatanchand Khimchand Motisha
Publication Year1955
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy