SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવ અધ્યાત્મની વિરલતા છાસથી ભરમાઈ થયું છે ! પણ માખણ તે કઈ વિરલાને જ સાંપડે છે ! “ગગનમંડળમેં ગઉ બિહાની, ધરતી દૂધ જમાયા, માખન થા સે વિરલા પાયા, છાસ જગત ભરમાયા ...અવધૂ! સો જેગી મેરા. ” શ્રી આનંદધનજી પથિક–ગિરાજ ! આપે આ જે બધું સ્પષ્ટીકરણ કર્યું તેથી મારા મનનું સમાધાન થયું અને– “પુરુષ પરંપરા અનુભવ જેવતાં રે, પલાય; વસ્તુ વિચારે જે આગમે કરી રે, _ચરણ ધરણુ નહિ ઠાય.... પંથડે નિહાળું રે બીજા જિનતણે રે.” ૩. –એ આપના વચનની સત્યતાની મને પ્રતીતિ ઉપજી છે. આમ જે ગુરુગમ વિના આગમ અગમ થઈ પડે છે, અને એ ગુન્ગમ જે અત્યંત દુર્લભ છે, તે પછી આ દિવ્ય નયનની પ્રાપ્તિ બીજી કઈ રીતે થાય ? આ આટલા બધા દર્શનવાદીઓ આટલી બધી દર્શનચર્ચા કરી રહ્યા છે. તેની પાસેથી શું, એની પ્રાપ્તિ થશે ? શું અનુમાન પ્રમાણથી કે તર્કવાદથી એની પ્રાપ્તિ થવાનો સંભવ છે ખરા ? “ગગનમંડલમેં ગાય વીયાણું, વસુધા દૂધ જમાઈ રે; સઉ રે સુને ભાઇ વલેણુ વલે, કેઇ એક અમૃત પાઈ રે.... અવધૂ૦ ” શ્રી આનંદઘનજી.
SR No.022975
Book TitleAnandghanjinu Jinmarg Darshan
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherRatanchand Khimchand Motisha
Publication Year1955
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy