SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ વિભાવ અધમ : સ્વભાવ ધર્મ ૧૦૧ પરિણામેના ઉપરાગથી આત્માની નિર્મલતા અવરાય છેધ્યાનમાં રાખજે કે અવરાય છે–ઢંકાય છે, નાશ નથી પામતી. વળી ઉપાધિ દૂર થાય એટલે ફટિક જેમ વયમેવ શુદ્ધ નિર્મલ સ્વરૂપે પ્રકાશે છે, તેમ રાગાદિ વિભાવ ઉપાધિ દૂર થયે આમા સ્વયં શુદ્ધ સ્વરૂપે પ્રકાશે છે. આત્માને નિર્મલ શુદ્ધ સ્વભાવ તો નિશ્ચયથી ત્રિકાલાબાધિત ને સ્વયંસ્થિત છે જ – આવરણ દૂર થયું કે તે પ્રગટ જ છે. એટલે કે આત્માના શુદ્ધ સ્વભાવરૂપ ધર્મને પ્રગટ કરવા માટે રાગાદિ વિભાવ પરિણામરૂપ કર્મને જ દૂર કરવાની જરૂર છે. આમ જેટલે જેટલે અંશે કમરૂપ આવરણ ખસે, વિભાવ ઉપાધિ ટળે, નિરુપાધિપણું આવે, એટલે તેટલે અંશે આ આત્મધર્મની સિદ્ધિ છે; અને તેવું વિભાવ અધમ પિાધિકપણું સમ્યગ્દષ્ટિથી માંડી સ્વભાવ ધર્મ મેક્ષપ્રાતિ પર્યત જેમ જેમ ઉત્તરોત્તર પ્રગટતું જાય છે, તેમ તેમ આત્માને સ્વભાવ ધર્મ આવિર્ભાવ પામતો જાય છે. એક “ જે જે અંશે રે નિરુપાધિકપણું, તે તે જાણે રે ધર્મ; સમ્યગદષ્ટિ રે ગુણઠાણુથકી, જાવ લહે શિવશર્મ”..શ્રી સીમંધર. “ પારિણામિક જે ધર્મ તુમારે, તેહ અમો ધર્મ; શ્રદ્ધા ભાસન રમણ વિયેગે, વળગ્ય વિભાવ અધર્મ. સ્વામી ! વિનવિયે મન રંગે.” નામ ધર્મ હો ઠવણુ ધર્મ તથા, દ્રવ્ય ક્ષેત્ર તિમ કાલ; ભાવધર્મના હે હેતુપણે ભલા, ભાવ વિના સહુ આલ.' –મુનિવર્ય શ્રી દેવચંદ્રજી
SR No.022975
Book TitleAnandghanjinu Jinmarg Darshan
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherRatanchand Khimchand Motisha
Publication Year1955
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy