SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ દશ્ય ત્રીજી દિવ્ય યોગદષ્ટિ નયનથી દિવ્ય જિનમાર્ગ દર્શન પછી પ્રાત:કાળે વહેલા ઊઠી, પ્રાતઃવિધિથી પરવારી તેણે ગિરિરાજની તળેટી ભણી પગલા માંડયા ને અનુક્રમે ત્યાં પહોંચે. ત્યાં દેવાલયમાં પ્રભુને પ્રણામ કરી, તે તેની પશ્ચાત ભૂમિકામાં પ્રવિષ્ટ થયો. ત્યાં સુંદર આમ્રવાટિકા હતી. ઊંચા આમ્રવૃક્ષે ફિલભારથી લચી રહ્યા હતા કેયલ મધુર સ્વરે ટહુકા કરી રહી હતી સુગંધી પુષ્પમેની સૌરભથી વાતાવરણ મઘમથી રહ્યું હતું ને તેનાથી આકર્ષાઈને ભમરા ગુંજારવ કરી રહ્યા હતા. “રુડે માસ વસંત ફળી વનરાજી રે, રાયણ ને સહકાર...વાલા કેતકી જઈને માલતી રે, ભ્રમર કરે ગુંજાર...વાલા. ” —પંચકલ્યાણક પૂજા હતુરાજ વસંતને જાણે અત્ર અવતાર થયું હતું પ્રકૃતિ જાણે આનંદથી પ્રફુલ બની નૃત્ય કરી રહી હતી ! આવા સુરમ્ય સ્થળમાં તેણે આજુબાજુ નજર કરી, પણ ગિરાજ દેખાયા નહિં એટલે એ એક શિલાતલ પર બેઠે ને ગિરાજની પ્રતીક્ષા કરવા લાગ્યા.. ત્યાં થોડી વાર પછી દેવાલયની દિશામાંથી સુંદર કર્ણમધુર ધવનિ તેને સંભળાવે. તેની હલક ઉપરથી તેણે ગિરાજને સ્પષ્ટ અવાજ ઓળખે, એટલે તે એકચિત્ત સાંભળવા લાગે
SR No.022975
Book TitleAnandghanjinu Jinmarg Darshan
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherRatanchand Khimchand Motisha
Publication Year1955
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy