SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ સદ્વ્યવહાર સાધનઃ દેવ-ગુરુ-ધર્મની શુદ્ધિ શેલેશીકરણ પયતની સમસ્ત ભૂમિકાઓ, ને સામાન્ય સદાચારથી માંડીને યમ–નિયમાદિ અષ્ટાંગ યેગની સાધનાઓ ઈત્યાદિ સર્વ સંસાધન આ વ્યવહારમાં સમાય છે. દેવતત્ત્વ, ગુરુતત્વ ને ધર્મતત્ત્વની શુદ્ધિ એ સદ્વ્યવહારના મુખ્ય સાધનભૂત છે, ને તે શુદ્ધિને આધાર પણ શુદ્ધ શ્રદાન પર છે. સદૈવ, સદ્ગુરુ ને સદ્ધર્મનું યથાર્થ સ્વરૂપ જાણ્યા વિના શ્રદ્ધાને શુદ્ધ કેમ હોય ? ને શ્રદ્ધાને શુદ્ધ ન હોય તે દેવ-ગુરુ-ધર્મની શુદ્ધિ પણ કહે કેમ રહે ? તેવા શુદ્ધ શ્રદ્ધાન વિના જે કાંઈ ક્રિયા કરવામાં આવે તે તે છાર પર લિંપણ” જેવી નિષ્ફળ થઈ પડે. દેવ ગુરુ ધર્મની શુદ્ધિ કહે કિમ રહે? કિમ રહે-શુદ્ધ શ્રદ્ધા ન આણે, શુદ્ધ શ્રદ્ધાન વિણ જેહ કિરિયા કરી, છાર પર લિપણે તે જાણે ધાર તરવારની હતી.” શ્રી. આનંદઘનજી ખેદની વાર્તા છે કે–વર્તમાનમાં ઘણા અને આ દેવગુરુ-ધર્મની યથાર્થ શ્રદ્ધા નથી -શ્રદ્ધા તે દૂર રહી, સમજણ પણ નથી, તેથી તેમની ક્રિયા પણ છાર પર લિંપણું”જેવી - પ્રાયે થઈ પડી છે. ૪. “દેવ-ગુરુ-ધર્મની શુદ્ધિ કહ કિમ રહે ?' પથિક –મહાત્મન ! તે કેવી રીતે ? તેની સમજણ પડે. તનું તત્ત્વ દર્શાવતી આપની માર્મિક તત્ત્વવાર્તા સાંભળતાં તૃપ્તિ થતી નથી, આજે મારા કર્ણને ઉત્સવ પ્રાપ્ત.
SR No.022975
Book TitleAnandghanjinu Jinmarg Darshan
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherRatanchand Khimchand Motisha
Publication Year1955
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy