SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય સૂત્રની સાર-લેજના : ૧૫ : ૬ પૌગલિક પદાર્થોને આ ભવમાં કે પરભવમાં ધર્મારાધનાના ફલસ્વરૂપે મેળવવાની આશંસા ન કરવી. ૭. સંયમારાધનાને અનુકૂલ પહોંચતા બલ-વીર્ય–પુરુષકારપરાક્રમને ગેપવવાં નહિં. ૮ સંયમની સાધનામાં કર્મવશ આવી પડતા દુખેથી ગ્લાનિર્દીનભાવ ન લાવો. ૯ શરીર પરની મૂર્છા–મમતા-આસક્તિને સર્વથા ત્યાગ કરવા પ્રયત્નશીલ રહેવું. ૧૦ સંસારના કેઈ પણ પ્રલોભનેથી ન લોભાતાં મુક્તિના દિયેયમાં અંખડપણે ચક્કસ રહેવું. ૧૧ ગમે તેટલા પરીષહ-ઉપસર્ગો આવી પડે તે પણ ચિત્તનું સમતલપણું (સમતા) ગુમાવ્યા વિના સાધનામાં એકાગ્રપણે આગેકૂચ કરવી. ઉપરની હિતશિક્ષાના આધારે યથાશક્ય જીવનનું ઘડતર કરવા મથનાર સંયમની વિશુદ્ધ આરાધના કરી શકે છે. - દ્વિતીય સૂત્રની સાર–જના ૧ સંયમની શુદ્ધ સાધના કરવા ઈચ્છનારે નીચે મુજબના દે જીવનમાંથી ધીમે ધીમે ઓછા થાય તેનું પૂર્ણ ધ્યાન રાખવું ઘટે. - ૧ રાગ. ૨ ષ. ૩ મેહ. ૪ વિષય. ૫ કષાય. ૬ નાના પ્રકારનાં અસદાલંબને. ૭ પ્રમાદ. ૮ ઋદ્ધિ–ગારવ. ૯ રસગારવ. ૧૦ સાતાગારવ. ૧૧ આર્તધ્યાન. ૧૨ રૌદ્રધ્યાન. ૧૩ વિકથા. ૧૪ મિથ્યાત્વ. ૧૫ અવિરતિ. ૧૬ અશુભયોગ.
SR No.022971
Book TitleShraman Aradhana
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Marg Aradhak Samiti
Publication Year1965
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy