SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ છે. સદ્દધર્મ યાને દશ યતિ-ધર્મ છે ૧. ક્ષમા –હું ક્ષમાશ્રમણ છું તે મારે ક્રોધ ન કરતાં ક્ષમાં રાખવી જોઈએ. જિનવચનની ભાવનાથી ક્રોધને ઉઠવા જ દે નહિ, અથવા જાગેલા ક્રોધને નિષ્ફળ કર તેને ક્ષમા કહેવાય છે. ૨. નમ્રતા–પૂર્વ પુરૂષસિંહેના ગુણે, શક્તિ, સાધનાને વિચાર કરી પિતે ગમે તે જ્ઞાની કે તપસ્વી હોય તે પણ અભિમાન ન કરતાં નમ્રતા રાખવી જોઈએ. ૩. સરળતા–હું સાધુ છું તે મારે શિયાળની જેમ માયાકપટ ન કરાય. જેવું હૈયામાં હોય તેવો દેખાવ રાખવો જોઈએ. આત્મશુદ્ધિ સરળ આત્માની જ થાય છે. સરળતા છે ત્યાં જ આત્મસાધના છે ૪. સંતેષ –આગમનીતિ મુજબ શુદ્ધ ગવેષણ (ધ) કરતાં કરતાં જે કઈ સુરૂપ, કુરૂપ, સારી-નરસી વસ્તુની પ્રાપ્તિ થાય તેમાં જ સંતેષ રાખી સંયમનિર્વાહ કરે જોઈએ. અયોગ્ય તૃષ્ણને ત્યાગ તે સંતોષ. ૫. તપ-સાધુ તે તપસ્વી કહેવાય તેથી દેહની અસ્થિરતા અને સકામ નિર્જરને મહાન લાભ જાણું ગુરુ આજ્ઞા મુજબ શક્તિ ગોપવ્યા વિના બાહ્ય-અત્યંતર તપ કરવો તે.
SR No.022971
Book TitleShraman Aradhana
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Marg Aradhak Samiti
Publication Year1965
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy