SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ડુંગરાઓ, નાનકડું નેસડું તથા શ્રી કદમ્બગિરિ જોઈને આચાર્યશ્રીને આ તીર્થના સમુદ્વારની ભાવના જાગી. આસપાસની વિશાળ જગ્યા પણ હસી રહી હતી. જગ્યાના ભાગ્ય જાગી ઉઠયા. સમયના જાણ શ્રીમાન આચાર્યપ્રવરે આ તીર્થ ભૂમિમાં દેવપ્રાસાદ, જ્ઞાનશાળા, ઉપાશ્રય તથા પ્રતિમાઓના નવસર્જનનું સ્વપ્ન જોયું અને તેઓશ્રીની દીર્ધદષ્ટિએ તીર્થોદ્વાર તથા ધર્મ-ઉદ્યોતની જ્વલંત આવશ્યકતા પારખી લીધી. ગુરુદેવના પુણ્યપ્રભાવે બેદાનાનેસના કામળીઆઓ ગુરૂદેવની અમર ભાવના સમજ્યા. ગુરૂદેવે ભૂમિની નવરચનાની આગાહી કરી. ધર્મને ઉપદેશ આપે અને કામળીઆ ભાઈઓએ ડુંગર ઉપરની તથા વાવ પાસેની ગામતળની કેટલીક જગ્યાઓ ભેટ આપવા પૂજ્યપાદ્ આચાર્યશ્રીને આગ્રહભરી વિનંતિ કરી, પણ દીર્ધદષ્ટિ આચાર્યપ્રવરે ભેટ લેવા ના કહી અને વેચાણ આપવા માટે ઉપદેશ આપે. કામળીઆ ભાઈએ તે માટે પણ સંમત થયા અને એ નાનકડા નેસડાની આસપાસની હજાર વાર જમીન અમુક દરે વેચાણ લેવામાં આવી. આચાર્યશ્રી તે કદમ્બગિરિના તીર્થોદ્ધારની ભાવના ભાવતા ગુજરાત પધાર્યા. સૌરાષ્ટ્ર, ગુજરાત, મારવાડ, મેવાડના પ્રદેશમાં ભવ્ય આત્માઓને ઉપદેશામૃતનું પાન કરાવતા વિચરી રહ્યા હતા. શ્રી સેરીસાજી મહાતીર્થ, શ્રી કાપરડાજી મહાતીર્થ, શ્રી રાણકપુર મહાતીર્થ, શ્રી કુંભારીયાજી મહાતીર્થ તેમજ સ્તંભ તીર્થ (ખંભાત)ને અનેક તીર્થ સ્વરૂપ દહેરાસરે વગેરેની પ્રતિષ્ઠાઓ, સંઘ, ઉપધાને, ઉદ્યાપ વગેરે ધર્મ,
SR No.022961
Book TitleTaporatna Ratnakar
Original Sutra AuthorN/A
AuthorRatnakarvijay
PublisherS M P Jain Sangh
Publication Year1982
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy