SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ગણિવર્યનું ટુંક જીવન ચરિત્ર તેમને વડી દીક્ષા આપવાની હોવાથી એ શુભ પ્રસંગે તેઓશ્રીના સંસારી કુટુંબીઓ આવ્યા. મુનિરાજશ્રી કંચનવિજ્યજીને સંવત ૧૯૭૫ના મહા શુદિ ૫ ના રોજ આચાર્યજી મહારાજ શ્રી વિજયવીરસૂરીશ્વરજી મહારાજના શુભ હસ્તે વડી દીક્ષા આપવામાં આવી અને શ્રી સંઘ સમક્ષ તેઓશ્રીને મુનિરાજ શ્રી ભકિતવિજયજી મહારાજના શિષ્ય તરીકે જાહેર કર્યા. આ શુભ પ્રસંગે શ્રીફળની પ્રભાવના કરવામાં આવી, અને સમીના સંઘમાં અતિશય ઉત્સાહ ફેલાયો હતે. | સમીથી પિતાના ગુરૂદેવ વિગેરે મુનિવર્યો સાથે વિહાર કરી ઝીંઝુવાડા થઈ અમદાવાદ આવ્યા, અને ત્યાં એક મહિને : સ્થિરતા કરી ત્યાંથી વિહાર કરી કપડવંજ પધાર્યા. કપડવંજમાં આચાર્યજી મહારાજ શ્રી વિજયવીરસૂરીશ્વરજી મહારાજે સં. ૧૯૭૫ના અશાડ શુદિ બીજના રોજ મુનિરાજશ્રી ભક્તિવિજયજી મહારાજને ગણી પદવી અને અશાડ શુદિ પાંચમના રોજ પંન્યાસ પદવીથી વિભૂષિત કર્યા. આ - માંગલિક પ્રસંગે અઠ્ઠાઈ મહેત્સવ તથા શાંતિસ્નાત્ર વિગેરે અનેક શુભ કાર્યો થયાં હતાં. ; . -:મુનિરાજશ્રી કંચનવિજ્યજી મહારાજે ગુરૂદેવ પંન્યાસજી શ્રી ભક્તિવિજયજી વિગેરે મુનિસ સાથે સંવત ૧૭પ ની સાલનું ચાતુર્માસ સ્પડવંજમાં કર્યું. જેમાસી ચૌદશ 'પહેલાં કપડવંજ પાસેના આલી ગામમાં મુહપત્તિનું પડિ લેહણ કર્યું હતું, જેથી આજેલીના સઘની વિનતિથી ગુરૂ મહારાજે પર્યુષણમાં વ્યાખ્યાને વાંચવા મુનિરાજ શ્રી કંચનવિજયજી અને અલંકેવિજયજીને વસેલી મોકલ્યા હતા,
SR No.022957
Book TitleUpdhan Vidhi Tatha Posah Vidhi
Original Sutra AuthorN/A
AuthorKanchanvijay
PublisherPramodrai Jagjivandas Gundigara
Publication Year252
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy