SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦) - પંન્યાસજી મહારાજ શ્રી કંચનવિજયજી પત્ની બાઈ રતને વીરમગામમાં સંવત્ ૧૯૭૩ માં બીજા પુત્રરત્નને જન્મ આપે, જેનું શુભ નામ જયંતીલાલ રાખવામાં આવ્યું. એ અરસામાં જગપૂજ્ય શાસવિશારદ્ જૈનાચાર્ય શ્રી વિજ્યધર્મસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પ્રખર વિદ્વાન મુનિ મહારાજ શ્રી ભક્તિવિજયજી મહારાજ પોતાના શિષ્ય-સમુદાય સાથે વિચરતા વિચરતા વિરમગામ પધાર્યા. તેઓશ્રી વ્યાખ્યાનમાં વૈરાગ્યરસ ભરપૂર સુપ્રસિદ્ધ ગ્રન્થ સમરાદિત્ય ચરિત્ર વાંચતા હતા. તેમનું વ્યાખ્યાન સાંભળવા ભદ્રક પ્રકૃતિ હરજીવનદાસ હમેશાં જવા લાગ્યા, અને વ્યાખ્યાનમાં સાંભળેલી હકીક્ત એકાંતમાં મનનપૂર્વક વિચારતા. તેમને સંસાર ઉપરથી વિરક્તિ તે અગાઉથી થઈ ચૂકી હતી, તેમાંય આવા સુવિહિત ગુરૂદેવને વૈરાગ્યમય ઉપદેશ સાંભળે. બસ ! પછી તે પૂછવું જ શું ? હવે તે તેમના ચિત્તને ઝેક વૈરાગ્ય તરફ વિશેષ ઢળવાં લાગે. સવાર-સાંજનું પ્રતિક્રમણ, વીતરાગ પરમાત્માની પૂજા, અને સામાયિક એ તેમને નિત્યક્રમ થઈ ગયે, તેમણે બાકી રહેલે ધાર્મિક અભ્યાસ સામાયિકમાં ગુરૂદેવ પાસે ચાલુ કરી દીધો. વળી હમેશાં એકસણું કરતા, તથા ચિત્ર અને આસો માસની શાશ્વતી ઓળી ચાલુ કરી. સંવત્ ૧૯૭૩ ના પર્યુષણ મહાપર્વમાં અઠ્ઠાઈ કરી. આ પ્રમાણે દિવસે દિવસે વૈરાગ્યની વૃદ્ધિ થતાં તેમને મુનિ મહારાજ શ્રી ભક્તિવિજયજી મહારાજ પાસે દીક્ષા લેવાની ભાવના થઈ. એ હકીક્ત ગુરૂદેવને જણાવતાં તેઓશ્રીએ કહ્યું કે તમારી ધર્મ ઉપરની દઢ શ્રદ્ધા અને પ્રતિદિન વધતે વૈરાગ્ય જેઈ દીક્ષા અંગીકાર કરવાને પાત્ર છે એવી અમને ખાત્રી થઈ છે. દીક્ષા સ્વીકારવી અને તેને પરિપૂર્ણ પાળવી એ આ
SR No.022957
Book TitleUpdhan Vidhi Tatha Posah Vidhi
Original Sutra AuthorN/A
AuthorKanchanvijay
PublisherPramodrai Jagjivandas Gundigara
Publication Year252
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy