SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ આમભાવના ( ૧૫૦ ) વળી મારા જીવને નિગોદમાંથી બહાર કાઢ્યો, તે સિદ્ધના જીવને મારી અનંતી કોડાણ ક્રોડ વાર ત્રિકાલ વંદના હજો. - ભાવજિણું સમવસરણસ્થા–એટલે સમવસરણમાં બેઠા થકા ધર્મોપદેશ આપે તે વીશ વિહરમાન ભાવજિન કહે. વાય. જેમની સુવર્ણ સમાન પાંચસો ધનુષ્યની કાયા છે, એક હજાર આઠ ઉદાર લક્ષણ છે, જ્ઞાન અતિશયે કરી સર્વ પદાર્થ જાણી રહ્યા છે. વળી વચન અતિશયે કરી ભવિઓને પ્રતિબોધ કરે છે, તેથી કઈ જીવ તો ક્ષપકશ્રેણિ માંડે છે, કોઈ તે સાધુપણું પામે છે, કોઈ તે શ્રાવકપણું પામે છે, કેઈ સમ્યકત્વ પામે છે અને કોઈ તો ભદ્રકભાવને પામે છે, એ રીતે ઘણા જીવોને સંસારના કલેશથી મૂકાવે છે. વળી પૂજા અતિશયે કરી ભવિઓને પ્રભુજીની પૂજા, સેવા, ભક્તિ, વંદના અને સ્તવના કરવાનું મન થાય છે, તેથી પ્રભુજીને પૂછ સેવી વાદી અને સ્તવને પ્રભુ સરખા પૂજનિક થાય છે. અપાયાપરામ અતિશયે કરીને ભવિઓનાં આ ભવનાં અને ભવભવનાં કષ્ટ, દુઃખ, સંતાપ તથા આપદા ટાળે છે. વળી અશોક વૃક્ષ શેશે છે, જલ-સ્થલના નીપજ્યા પાંચ વર્ણના સુગંધી પુષ્પોની વૃષ્ટિ ઢીંચણ સુધી વરસે છે, પાંત્રીશ ગુણે કરી રાજિત એવી પ્રભુવાણી જન સુધી સંભળાય છે, પ્રભુજી રત્નના સિંહાસન પર બેઠા છે, મસ્તકે ત્રણ છત્ર છાજે છે, ચામર વીંઝાઈ રહ્યા છે, ભામંડળ ઝળહળી રહ્યું છે, આકાશે દુંદુભિ ગાજે છે, ચેત્રીશ અતિશયે કરી વિરાજિત છે, આઠ મહાપ્રાતિહાર્યો કરી શોભિત છે, ઈન્દ્રો સેવા કરી રહ્યા છે, અઢાર દેશે કરી રહિત છે, કેવલજ્ઞાન, કેવલદર્શન વિગેરે અનંતા ગુણે કરી સહિત છે; તરણતારણહાર જહાજ સમાન
SR No.022957
Book TitleUpdhan Vidhi Tatha Posah Vidhi
Original Sutra AuthorN/A
AuthorKanchanvijay
PublisherPramodrai Jagjivandas Gundigara
Publication Year252
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy