SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબોધ-ચંથમાળા : ૩૬ : मद्यमांसाशनं रात्रौ, भोजनं कन्दभक्षणम् । ये कुर्वन्ति पृथा तेषां, तीर्थयात्राजपस्तपः ॥ .. જે પુરુષ મધ પીવે છે, માંસ ખાય છે, રાત્રિએ જમે છે અને કંદનું ભક્ષણ કરે છે, તેની તીર્થયાત્રા અને જપ-તપ નિષ્ફળ થાય છે. મનુષ્ય માંસાહાર છેડીને માત્ર વનસ્પતિને આહાર જ શા માટે કરે? તે અંગે નીચેના મુદ્દાઓ મનન કરવા યોગ્ય છેઃ (૧) અન્ન, ફલ, ફૂલ અને વનસ્પતિમાંથી શુદ્ધ, પુષ્ટિકારક, સુસ્વાદુ અને ઉપયોગી ખેરાક મળી શકે છે, તેથી મહાહિંસા દ્વારા સિદ્ધ થતા માંસને ઉપયોગ કરવાની જરા પણ આવશ્યકતા નથી. અનાજ ઓછું પાકે છે, તેથી માંસાહાર કરવું જોઈએ, એ દલીલ વાહિયાત છે. ભારતવર્ષ હજારો વર્ષથી પિતાની જરૂરીઆત જેટલું અન્ન પિતે જ પેદા કરતું આવ્યું છે અને તેને બીજા દેશ પર આધાર રાખવો પડ્યો નથી. અનાજની આયાત કેટલા વખતથી થવા માંડી તે તપાસવાથી આ વાતની ખાતરી થશે અને કેઈ કારણસર અનાજ ઓછું પડવા માંડયું હોય તે તે વધારે કેમ પકવવું? એને પ્રયાસ કરવાની જરૂર છે. જે શક્તિ પ્રાણીઓને શિકાર કરવામાં કે માછલાં પકડવામાં ખર્ચવામાં આવે છે, તે શક્તિ ખેતીવાડીની પાછળ ખરચાય તે સર્વેને જોઈતું અન્ન (વનસ્પત્યાહાર)મળી શકે એમ છે. વળી નહેરની વ્યવસ્થા કરવાથી તથા ખેતીવાડીની પ્રથા સુધારવાથી પણ એ કામ બની શકે તેમ છે. (૨) મનુષ્ય જાતિનું શરીર સ્વભાવથી જ માંસાહારને
SR No.022953
Book TitleBhakshyabhakshya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherMuktikamal Mohan Granthmala
Publication Year1952
Total Pages74
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy