SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ધમધ-વંથમાળા : ૨૪ : . : પુષ્પ રહેનારી ભવાનીએ તેની વાતને સ્વીકાર કર્યો નહિ, એટલે માતાપિતાએ તથા કુટુંબીઓએ જણાવ્યું કે- આ અવસર ચૂકવા જેવો નથી. આવા વૈદ્ય અને આવાં ઔષધે ફરી ફરીને મળતાં નથી.” પ્રત્યુત્તરમાં ભવાનીએ કહ્યું કે આ જગતમાં અહંત જેવા કેઈ વૈદ્ય નથી કે જન્મ-મરણને રોગ મટાડે છે અને અને ધર્મ જેવું કંઈ ઔષધ નથી કે જેનું સેવન કરવાથી કર્મને મહારોગ ટળી જાય. માટે આ વૈદ્ય અને આ ઔષધથી સયું. હું તે મારા નિયમને બરાબર વળગી રહીશ. આ પ્રમાણે તેની દઢતા જોઈને માતાપિતા તથા કુટુંબીઓ કંઈક ખેદ પામ્યા, પણ તે જ વખતે પેલા વૈદ્ય પિતાનું મૂળ સ્વરૂપ પ્રકટ કરીને જણાવ્યું કે મેં અન્ય દેવનાં મુખથી તારી દઢતાની જે વાત સાંભળી હતી, તે અક્ષરશઃ સાચી પડી છે અને તેથી હું ઘણે જ પ્રસન્ન થયે છું.” એમ કહીને તેણે ભવાનીની કાયાને રોગરહિત કરી અને કંચન વરણી બનાવી દીધી. આ બનાવથી પ્રભાવિત થયેલા અનેક લોકોએ અભક્ષ્યને ત્યાગ કર્યો અને અન્ય વ્રત-નિયમે પણ ગ્રહણ કર્યા. પછી એ ભવાનીનાં એક યુવાન સાથે લગ્ન થયાં, પણ તે લેકાચાર પૂરતાં જ હતાં. ભવાનીની સમજાવટથી તેને પતિ જૈનધર્મમાં દઢ આસ્થાવાળે થયે અને તેણે પણ ભવાનીની માફક બ્રહ્મચર્યવ્રત પાળવાને નિર્ણય કર્યો. આ પ્રકારનાં બ્રહ્મચર્ય પાલનથી તેમનાં ઘરમાં લક્ષ્મી વધવા લાગી, જેને ઉપયોગ તેઓએ સાત ક્ષેત્રમાં કર્યો. પછી મૃત્યુ પામીને તેઓ બારમા દેવલેકે ઉત્પન્ન થયા. ત્યાંથી ભવાનીને જીવ ચ્યવીને હે રાજન ! આ બહુબુદ્ધિ મંત્રીને ઘેર પુત્રીરૂપે અવતર્યો છે. પુણ્યના પ્રભાવથી શું નથી થતું?”
SR No.022953
Book TitleBhakshyabhakshya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherMuktikamal Mohan Granthmala
Publication Year1952
Total Pages74
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy