SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ઇમબોધ-ચંથમાળા : ૬૮ : આ બાજુ ઈલાપુત્ર વિચાર કરે છે– દાન લહુ જો રાજાનું, તો મુજ જીવન સાર; એમ મનમાંહે ચિંતવી, ચઢીયે ચોથી વાર. કર્મ ન છૂટે રે પ્રાણુ આ! જે રાજા રીઝે નહિ તે જેને માટે બાર બાર વર્ષ સુધી મહેનત કરી તે બધી ફેકટ જાય, એટલે ઈલાપુત્ર થી વાર વાંસ પર ચડ્યો છે. પરંતુ રાજા રીઝયો નહિ. ઈલપુત્ર નિરાશ થયે ત્યારે નટડીએ કહ્યું – ઇલાપુત્ર ! તમે હજી એક વાર ખેલ કરે અને રાજાને રીઝવો, નહિ તે આપણે કિનારે આવેલ ત્રાપ ડૂબશે.” ઈલાપુત્ર નટડીની વિનતિને અસ્વીકાર કરી શકશે નહિ. તે પાંચમી વાર વાંસ પર ચડ્યો ને અદ્દભુત ખેલ કરવા લાગે એવામાં નજર બાજુના બંગલામાં ગઈ. ત્યાં એક અત્યંત રૂપવતી સ્ત્રી હાથમાં મોદકને થાળ લઈને ઊભી છે અને મુનિરાજને તે ગ્રહણ કરવા વિનવી રહી છે, પણ મુનિરાજ મોદક લેતા નથી, તેમ સ્ત્રીના સામું આંખ ઊંચી કરીને જોતા પણ નથી. આ દશ્ય જોતાં જ ઈલાચીનાં અંતરની ઊંડાણમાંથી અવાજ આવ્ય-ધન્ય હે મુનિરાજ ! ધન્ય! ! યુવાવસ્થા છે, સામે આવી રૂપવતી સ્ત્રી ખડી છે, પણ તમારું રૂંવાડુંયે ફરકતું નથી, અને હું મૂખઅરે મહામૂર્ખ ! એક નટડીના રૂપમાં મહિત થઈને ગામ ગામના પાણી પી રહ્યો છું ને આવા હૃદયહીન રાજાઓને રીઝવવાની કોશીશ કરી રહ્યો છું !! ખરેખર ! મૂલ્ય છું, ઘણું મૂલ્ય છું, પણ હવે બગડેલી બાજી સુધારી લઈશ.”
SR No.022952
Book TitleBe Ghadi Yog
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherMuktikamal Mohan Granthmala
Publication Year1952
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy