SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ “ધર્મબોધચંથમાળા : ૭૮ : આ પહેલાએ કહ્યું. મારા આંગળામાં અદ્ભુત સ્પર્શશક્તિ રહેલી છે. તેના વડે હું કઈપણ વસ્તુ કેવા આકારની છે તે બરાબર જાણી શકું છું. તેના આધારે હું જણાવું છું કે આ હાથી સાંબેલા જેવો નથી, ભૂંગળ જે નથી, થાંભલા જેવો નથી, પખાલ જે નથી અને સાવરણું જે પણ નથી, એ તે બરાબર સુપડા જેવો જ છે. બીજાએ કહ્યું માણસ માત્ર ભૂલને પાત્ર છે. આ જગતમાં ભાગ્યે જ એ કે મનુષ્ય હશે કે જે ભૂલ ન કરે. એટલે સંભવિત છે કે તમારું માનવું ભૂલભરેલું હોય. હું પોતે દરેક વસ્તુને વિચાર ખૂબ શાંત ચિત્તે કરું છું. એટલે તેનું સાચું સ્વરૂપ સમજી શકું છું. એ આધારે હું કહું છું કે-આ હાથી કઈ પણ રીતે સુપડા જેવો જણાતું નથી. વળી તે બંગળ જે, થાંભલા જે, પખાલ જે કે સાવરણી જે પણ જણાતું નથી. એ તે નિશ્ચયપૂર્વક સાંબેલા જે જ જણાય છે માટે બીજાઓએ પિતાના ભૂલભરેલા ખ્યાલમાં સુધારો કરવો. ત્રીજાએ કહ્યું. આ રીતે વાત કરવી એ એક પ્રકારની ચાલાકી જ છે. જે તમે શાંત ચિત્તે વિચાર કરે છે તે બીજા કાંઈ ગાંજો પીઈને વાત કરતા નથી. પરંતુ આ કામમાં ખરી જરૂર અનુભવની છે. અને અનુભવમાં હું બધા કરતાં ચડિયાત છું. તેથી હું જણાવું છું કે આ હાથી સુપડા જેવો, સાંબેલા જેવો નથી જ! વળી તે બીજાઓ જણાવે છે તે થાંભલા જે, પખાલ જેવો કે સાવરણી જે પણ નથી. એ તે સ્પષ્ટ રીતે ભૂંગળ જેવો જ છે. માટે બીજાઓએ પિતાની મિથ્યા માન્યતા છેડી દેવી.
SR No.022942
Book TitleSachu Ane Khotu Syadvad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherMuktikamal Mohan Granthmala
Publication Year1952
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy