SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબંધગ્રંથમાળા થતું હોય, તે આપણને તરત જ લાગશે કે “આ માણસમાં કેટલાક મહાન ગુણે-સદ્ગુણે જરૂર હોવા જોઈએ. તે જ રીતે એક માણસ જલ્દી પાછો પડતે હેય, લોકોની નિંદાને પાત્ર થતું હોય અને દિનપ્રતિદિન અવનતિને પામતે હોય, તે આપણને તરત જ લાગશે કે “આ માણસમાં મેટી ખેડે જરૂર હોવી જોઈએ.' એક માણસ વેપારમાં સારે નફે કરતે હોય અને બીજે તેની જ કક્ષાને વેપારી તે જ જાતના વેપારમાં ખેટ કરતે હોય કે ઓછા નફે કરતો હોય તે આપણને જરૂર લાગશે કે “પહેલા વેપારીની વેપાર કરવાની રીત સારી હશે અને બીજા વેપારીની વેપાર કરવાની રીત ખામીભરેલી હશે.” તાત્પર્ય કે જે મનુષ્ય સફલતા મેળવે છે, તેઓ કેટલાક નિયમને ચક્કસ અનુસરતા હોય છે, કેટલાક ગુણેને અવશ્ય ખીલવતા હોય છે, અને પિતાની નીતિરીતિ કે કાર્યપદ્ધતિમાં કેઈ ને કઈ પ્રકારની વિશિષ્ટતા દર્શાવતા હોય છે. જ્યારે નિષ્કલતાને વરનાર મનુષ્ય સ્થાપિત નિયમોને કઈને કઈ રીતે ભંગ કરતા હોય છે, દુર્ગણમાં ફસેલા હોય છે અને નીતિરીતિ કે કાર્યપદ્ધતિમાં અનેક ખામીઓવાળા હોય છે, એટલે નિયમનું પાલન, સગુણેને વિકાસ અને સુંદર કાર્યપદ્ધતિ એ સફલતાનું કારણ છે અને પછી વર્તન, સ્વચ્છંદી વર્તણુક તથા કામ કરવાની બનઆવડત એ નિષ્ફલતાનું કારણ છે. ઊંચે ચડવાનું અઘરું છે, નીચે ઉતરવાનું સહેલું છે. આ વાતને વધારે ખ્યાલ દાસીપુત્રનું દૃષ્ટાંત વિચારવાથી આવી શકશે.
SR No.022941
Book TitleSafaltani Sidi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherMuktikamal Mohan Granthmala
Publication Year1952
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy