SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ . સફળતાની સાત ચરણસ્પર્શ કરવાને બદલે આ અધમે તેનું નાક કેમ કરવી ખાધું? એ પ્રશ્ન સહુના મનમાં ઊઠવા લાગ્યા. તેથી અધિકારીએએ તે ચોરને પૂછ્યું કે “તે આવું કાળું કૃત્ય કેમ કર્યું !” રે કહ્યું: “મેં એગ્ય જ કર્યું છે. જે મારી માતાએ મને નાનપણમાં ચોરી કરતાં વાર્યો હોત તો મારી આ હાલત થાત નહિ. પણ તેણે તે મને ઉત્તેજન જ આપ્યા કર્યું. એટલે તે મારી માતા નહિ પણ જીવતી ડાકણ છે અને તેથી જ મેં એનું નાક કરડી ખાધું છે.” આ સાંભળી બધા માણસોનું કુતૂહલ શાંત થયું અને તેમણે હવે પછી પોતાના પુત્ર-પુત્રીઓને ચેરીના કોઈપણ કામમાં કેઈ પણ જાતનું ઉત્તેજન ન આપવાનો નિર્ણય કર્યો. તાત્પર્ય કે “ચેરી કરશે નહિ. (૩) માંસ-ભક્ષણ કરશે નહિ. પરમાટી વાપરવી; મત્સ્ય ખાવાં, ઈડાં વાપરવાં; એ બધાં માંસભક્ષણનાં સ્વરૂપ છે. આ પ્રકારનું માંસભક્ષણ પંચેન્દ્રિય પ્રાણુઓને વધ કર્યા–કરાવ્યા વિના થઈ શકતું નથી. ' જે પારકાના પિંડથી પિતાને પિંડ પિોષવાને ઈરછે, તેને ન્યાયી કેમ કહેવાય ? જે અનેક પ્રકારની નિર્દોષ વસ્તુઓ છેડીને સદેષ માંસને પસંદ કરે, તેને શાણે કેમ કહેવાય ? જે પ્રાણીમાત્રને એક પિતાની ઓલાદ માનવા છતાં તેને કાપીને ખાઈ જાય, તેને શિષ્ટજન કેમ કહેવાય ? * જેન સિવાયના ઇતર દર્શનકારની માન્યતાની અપેક્ષાએ આ વાત છે.
SR No.022941
Book TitleSafaltani Sidi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherMuktikamal Mohan Granthmala
Publication Year1952
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy