SearchBrowseAboutContactDonate
Page Preview
Page 650
Loading...
Download File
Download File
Page Text
________________ * ૦૦૧ કંપી ઉઠેલા, રાજસિંહરાજવીએ, ગીતાર્થ ગુરુનું શરણું લેવા માટે ગુરુની શોધ કરવા પ્રધાનને મોકલીને, ગીતાર્થજ્ઞાની જૈનાચાર્યને પિતાના નગરમાં નિમંત્રણ કરીને પધરાવ્યા. અને ગુરુમહારાજ પાસે જઈ વિધિ સહિત વંદન કરી, પ્રાર્થના કરી કે હે પૂજ્ય! હવે મારી છેલી વય છે. માટે મારાથી શકય અને મને ભવસમુદ્રના સામેપાર લઈ જાય તેવી, આરાધના કરાવો? ગુરુદેવ ફરમાવે છેકે હે મહાભાગ ! ભવકેટિ સુદુર્લભ શ્રીવીતરાગદેવોએ પ્રકાશેલી, આરાધના કરી મનુષ્યજન્મ સફળ બના? રાજા રાજસિંહ, ગુરુવચને દત્તચક્ષુશ્રવણ સાવધાન પણે, પૂર્વાભિમુખ પદ્માસને બેસીને, ગુરુમહારાજ પાસે દશ પ્રકાર આરાધના સાંભળવા લાગ્યા. ૧. પાંચ આચારમાં લાગેલા અતિચારોની આલેચના કરી. ૨. પોતાની શક્તિ અને સમજણ પૂર્વક વ્રતે ઉચ્ચારી લીધા. ૩. ચોરાસી લાખ જીવનિ સાથે ક્ષમાપના કરી ૪. અઢાર મહાપાપસ્થાને સમજણ પૂર્વક સિરાવ્યાં. ૫. અરિહંત-સિદ્ધ-સાધુ અને ધર્મનું શરણું કર્યું. દ. આખા સંસાર ચકના અનાચારોની નિંદા કરી. ૭. તેમજ બધાં વીતરાગદેવની આજ્ઞા અનુસાર થયેલાં સુકૃતેનું અનુદન કર્યું. ૮. અનિત્યાદિ અને મિથ્યાદિ ભાવનાઓને આશ્રય લીધો. ૯. ચારે - પ્રકારના આહારના પચ્ચખાણ કર્યા. ૧૦. અને નમસ્કાર મહામંત્રનું સ્મરણ અને શ્રવણમાં એકતાન થયા. - આ પ્રમાણે ગુરુદેવની હાજરીમાં ગુરુવચનથી દશ પ્રકારે ઉચ્ચ આરાધના કરીને, પાંચમા દેવલોકમાં ઈન્દ્ર થયા. અને
SR No.022938
Book TitlePanch Parmeshthi Namaskar Mahamantra Yane Jain Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherGandhi Chimanlal Nathalal & Chotalal Lallubhai Aankhad
Publication Year1964
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy