SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૬ થયે અને વિક્રમરાજાની ધમનીતિ અને વિવેકપરાયણતાનાં, ઘણું ઘણાં વખાણ કરી, ચાર રને આપીને અદ્રશ્ય થઈ ગયે. તે રત્નને મહિમા__ "अभीष्टधनदं चाद्यं, द्वितीयं भोज्यदं मणिः । तृतीयं सैन्यदं तूर्य, सर्वभूषणदायकं." ॥ અર્થ–સુસ્થિતદેવે, વિક્રમાદિત્યનરેશની ઉપર પ્રસન્ન થઈને, પુરોહિત સાથે ચાર મહારને આપ્યાં હતાં. તેમાં પેલું અભીષ્ટ લક્ષમી આપનારું હતું, બીજુ ઈચ્છિત ભેજન આપનારું હતું, ત્રીજું જોઈએ તેટલું સૈન્ય આપનારું હતું, અને ચોથું સર્વ પ્રકારના આભૂષણે આપનારું હતું. આ ચારમહારત્ન લઈને, પુરોહિત વિક્રમરાજાની સેવામાં હાજર થયે. અને સમુદ્રના સ્વામી સુસ્થિતદેવની પ્રસન્નતાનું વર્ણન સંભલાવીને, તેમના તરફથી મળેલાં ચારરત્નો, રાજાના હાથમાં મુક્યાં, અને રત્નને પ્રભાવ પણ કહી બતાવ્યું. જે સાંભળીને રાજાવિક્રમાદિત્ય, ઘણે જ ખુશી થયે દેવની ઉદાર તાનાં ઘણું ગુણગાન ગાયાં. અને પુરોહિતની સ્વામીભકિતની કદર કરી, તેને ચાર રત્નમાંથી મનપસંદ એક રત્ન લેવા કહ્યું, પુરોહિતને રાજા વિક્રમાદિત્યની આવી ઉદારતા માટે ઘણું માન થયું, અને નમ્રતાપૂર્વક જણાવ્યું કે, હું આવા મહામૂલ્ય રત્ન સાચવવાને પણ યોગ્ય નથી, તે પછી લઈ તે કેમ જ શકું? રાજા વિક્રમાદિત્ય તે પિતાનું બેલેલું પાલનાર હતા. એટલે પુરોહિતને રત્ન લેવાની ફરજ પડી અને કહ્યું રત્ન લેવું, એને નિર્ણય પતે ન કરી શકવાથી, ઘેર જઈને પત્ની તથા પુત્રદંપતીને પૂછીને, લેવાની માગણી કરી. રાજાએ તે પણ સ્વીકાર્યું. a Biels such these are the age of the
SR No.022938
Book TitlePanch Parmeshthi Namaskar Mahamantra Yane Jain Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherGandhi Chimanlal Nathalal & Chotalal Lallubhai Aankhad
Publication Year1964
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy