SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૩૦૩ “નમો ઉવજ્ઞાપદના વર્ણનને પ્રારંભ આપણે “નમો અરિહંત', “નમો સિદif', અને “નમો સાઘરિયા' આ ત્રણ પદે અતિટુંકાણમાં જોઈ ગયા, હવે કમાગત ચોથું “નમો વસાવાળ” પર વિચારીએ. ઉપાધ્યાય, વાચક, પાઠક વિગેરે કાર્થક અને પર્યાયવાચક નામે છે. ઉપાધ્યાયમાં ૩ અને અધ્યા બે શબ્દો મળેલા છે, એને અર્થ એટલે પાસે અને અધ્યા એટલે સ્વાધ્યાય છે જેની–તે ઉપાધ્યાય. અર્થાત્ જેની સમીપમાં–જેની પાસે સર્વકાલ સ્વાધ્યાય ચાલુ જ રહેતો હોય તેઓ ઉપાધ્યાય ભગવાન કહેવાય છે. બીજા બે શબ્દો પણ “સૂત્રોના વાચક અને સૂત્રના પાઠક-એટલે ભણાવનાર એવા અથવાળા. હોવાથી તે ઉપાધ્યાય શબ્દના જ અથને જણાવનારા છે. આપણે ઉપાધ્યાયપદને વિશેષ સમજવા માટે ઉપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી ગણિવર શું ફરમાવે છે? તે જોઈએ:“દ્વાદશ અંગ સક્ઝાય કરે છે, પારગ ધારગ તાસ; સૂત્ર અર્થ વિસ્તાર રસિક તે, નમો ઉવક્ઝાય ઉલ્લાસરે. ભવિકા! સિદ્ધચક્રપદ વંદો...૧ અર્થ સુત્ર દાન વિભાગે, આચારજ ઉવઝાય; ભવ ત્રીજે જે લહે શિવસંપદ, નમિયે તે સુપસાય રે...ભ૦ ૨ મૂર્ખ શિષ્ય નિપાઈ જે પ્રભુ, પહાણને પલવ આણે; તે ઉવજઝાય સકલજનપૂજિત, સૂત્ર અર્થ સવિ જાણે રે...ભ૦ ૩ રાજકુંવર સરિખા ગણચિંતક, આચાર જ પદ યોગ; જે ઉવઝાય સદાયે નમતાં, નાવે ભવભયોગ રે..ભ૦ ૪
SR No.022938
Book TitlePanch Parmeshthi Namaskar Mahamantra Yane Jain Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherGandhi Chimanlal Nathalal & Chotalal Lallubhai Aankhad
Publication Year1964
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy