SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ હાય, તે જ કરી શકે. બીજાની તાકાદ જ નથી. જેમ પૃથ્વી કેટલી મેટી? આકાશને પુછે, તે જાણે છે. અને આકાશ કેટલું મોટું? એ પૃથ્વીને પુછે, તે કહી શકશે. જેમજેમ આત્મામાં જ્ઞાનની વૃદ્ધિ થતી જાય છે, તેમ તેમ આત્મા પિતે જ મહાપુરુષનાં વચનને સમજાતે જાય છે, અને સત્ય સમજાવું શરૂ થાય છે, ભ્રમણાઓ નાશ પામે છે. અને ઉત્તરોત્તર શ્રદ્ધાની વૃદ્ધિ થવાથી, સમ્યગદર્શન-જ્ઞાનચારિત્ર-તપમાં અતિપ્રમાણુ આદર વધવા લાગે છે. પછી તે અનંતકાળને અજ્ઞાની સાચે જ્ઞાની થાય છે. પ્રવ–નમસ્કારમહામંત્રના જાપથી, અર્થાત એકાદ નનો રિવાજ બલવાથી ૫૦ સાગરોપમનાં પાપ નાશ પામે છે, અને આ નવકાર બેલવાથી ૫૦૦ સાગરોપમનાં પાપ નાશ પામે છે. આવી વાતે શાસ્ત્રોમાં કહેલી છે તે શું બરાબર છે? .. नवकारहकअक्खरं, पावं फेडेह सत्तअयराणं । पन्नासं च पएणं, पणसयसागर समग्गेण ॥ ઈતિ પ્રસ્તુત પુસ્તક પૃ. ૧૦ ઉપર. ઉ૦–ઉપરનું વર્ણન મહાજ્ઞાનિ પુરુષનાં વચનેથી તદ્દન સાચું અને શંકા વગરનું છે. કારણ કે रागाद् द्वेषात् तथा मोहादू , भवेद् वितथवादिता। तदभावे कथनाम, भवेद् वितथवादिता ॥ અર્થ–રાગથી, દ્વેષથી અથવા અજ્ઞાનતાથી માણસ અસત્ય બોલે છે. પરંતુ શ્રીજિનેશ્વરભગવન્તના રાગ-દ્વેષ અને અજ્ઞાનતા સંપૂર્ણ નાશ પામ્યા છે. તેથી તે મહાપુરુષે અસત્ય
SR No.022938
Book TitlePanch Parmeshthi Namaskar Mahamantra Yane Jain Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherGandhi Chimanlal Nathalal & Chotalal Lallubhai Aankhad
Publication Year1964
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy