SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ S કબીરવડ વગેરે હજારો વર્ષથી અત્યારે પણ જેવાં ને તેવાં લીલાંછમ ઊભાં છે. કારણ કે તેમનાં મૂળ ઘણાં જ ઊંડાં છે. તે જ પ્રમાણે જેની પાસે ધધન ખૂબ જ હોય તેવા ભાગ્યવાન છે ઘણા જ પુણ્યવાળા અને સુખમય જીવન જીવનારા હોય છે. જે માણસે ધર્મ બિલકુલ કર્યો નથી તેવા જ દુઃખમય જીવન જીવી રોઈ રોઈને આયુ પૂર્ણ કરે છે. અને “હે પ્રભુ! હવે તે મૃત્યુ આવે તે સારૂં” આમ મરવાના જાપ કરી કરીને મરે છે. આ પ્રમાણે સુખના સદુભાવ અને અસદુભાવથી પુણ્યપાપ, ધમધર્મની ચાખી સમજણ પડે તેવું છે. શકા–જગતના જીએ ભૂતકાળમાં દુઃખ અનુભવ્યું છે એની ખાત્રી શું? સમાધાન-આપણા પોતાના અનુભવથી જ દુઃખની ખાત્રી થઈ શકે છે. પણ બુદ્ધિથી વિચાર કરવાનો મેખ જ ન હોય ત્યાં કરવું શું? જુઓ, જ્યારે મહાપુણ્યદયથી આ મનુષ્યપુરીમાં આપણું જીવને પ્રવેશ થયે ત્યારે સૌ પ્રથમ માતાના ઉદરરુપ ભયંકર જાજરૂમાં માંસ, રુધિર, મજા, રસ, હાડકાં, ચરબી, વીર્યરૂપ સાત ધાતુના કીચડમાં વિષ્ટા-પેશાબની ખાણમાં નવ માસ ઊંધે મસ્તકે વસવું પડયું. આ વાત શાસ્ત્રની નથી, ઈતિહાસ કે વેદ-પુરાણની નથી. પણ અનુભવ સિદ્ધ છે. જગતમાં એક પણ એ માણસ નથી કે જે માતાના ઉદરમાં ઊંધે મસ્તકે લટક્યા વગર જ જમે હેય. મનુષ્ય વિગેરેના ખેરાક માટે પશુઓનાં-ગાય, ભેંસ, પાડા, ઘેટા, બકરાં, હરિણ, સસલાં, રેઝ, શુકર, માછલાં, અને પક્ષિઓ વિગેરે અનેક જાતિના જીનાં ભયંકર રીતિએ
SR No.022938
Book TitlePanch Parmeshthi Namaskar Mahamantra Yane Jain Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherGandhi Chimanlal Nathalal & Chotalal Lallubhai Aankhad
Publication Year1964
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy