________________
રહેલા આત્માના અવ્યક્ત સ્વરૂપને વ્યક્ત એટલે પૂર્ણ સ્વરૂપે પ્રગટ કરવું તેજ આત્માને વિકાસ થયો ગણાય છે.
વિશ્વને નિયમ એટલે કુદરત મનુષ્યોને ટકેર મારીને પોકારીને એમજ કહે છે કે તમે તમારા ઉન્નતિક્રમમાં આગળ વધો અને વધવા માટે પ્રબળ પુરૂષાર્થ કરે, આવી પડતાં વિ અને કષ્ટોને સહન કરવાને બૈર્યવાન થાઓ, જેમ ગાડીમાં જડેલા ઘડાનું કામ ગાડી ખેંચીને આગળ વધવાનું છે, તેમાં તે અટકી પડે તો તેને ચાબુકને પ્રહાર ખમવો પડે છે. તેમાં વ્યક્તિઓ, જાતિઓ, અને ધાર્મિક સમાજની પણ આવી જ દશા થાય છે. જે વ્યકિત, જાતિ, કે સમાજ, પિતાના વિચારે અને વર્તનને બદલાવવાની કે આગળ વધવાની ના પાડે છે, તેને પ્રકૃતિને નિયમ ફટકા મારે છે. અને ચાલવાને બદલે અનિચ્છાએ દોડવાની ફરજ પાડે છે, આ નિયમ અટળ છે. આથી એમ સમજાય છે કે પોતાની હલકી સ્થિતિ બદલાવવાની ના પાડવી એજ જડતા છે, અજ્ઞાન છે અને પિતાનું નિર્માલ્યપણું છે. કાળચક્ર ચક્કર લગાવેજ જાય છે. તેની સાથે પિતાના વિકાસક્રમને અનુસંધાન સાથે દેડનાર જ સહીસલામતીથી બચી શકે તેમ છે. નહિતર તેની સાથે દબાઈને અવનતિએ પહોંચવું કે મરવું જ પડશે. *
જેમ ગાડી પાટાને મુકીને આમ તેમ જઈ શકતી નથી. તેમ જીવનું નિશ્ચિત થયેલું ભાગ્ય પણ છવને તે પ્રમાણે દોરે છે. છતાં જેમ ગાડી ચાલવામાં સ્વતંત્ર છે. તેમ જીવ પણ પુરુષાર્થ કરવામાં સ્વતંત્ર છે. આ ભાગ્યના પાટા જીવના આગળના પુરુષાર્થ અનુસાર બનાવવામાં આવ્યા છે. એટલે તે પાટા ઉપર દોડવાનો પ્રયત્ન છે પિતાના ભાવિ પુરુષાર્થ સાથે કરવાનો છે. આ પ્રયત્નથી જ આત્મા પોતાના પૂર્ણ સ્વરૂપ પર્યંતનો વિકાસ કરી શકે છે :
, વિશ્વ અનંત જીવોથી ભરપુર છે. તેમાંથી ઓછામાં ઓછી વિકાશવાળી ભૂમિકાવાળા એક જીવ પુરુષાર્થ બળથી આગળ વધતાં