SearchBrowseAboutContactDonate
Page Preview
Page 589
Loading...
Download File
Download File
Page Text
________________ પર૫ ગમહિમા દુનિયાની સર્વ પ્રકારની વિપત્તિરૂપી વેલડીઓના સમૂહને કાપવા માટે એગ એક તીક્ષણ ધારવાળા કુહાડા સરખે છે. તથા જડીબુટ્ટી, મંત્ર કે તંત્ર વિના મક્ષ લક્ષમીને વશ કરનાર વશીકરણ છે. જેમ પ્રચંડ પવનથી ઘણી ઘાટી પણ વાદળાની ઘટા વિખરાઈ જાય છે, તેમ રોગના પ્રભાવથી ગમે તેટલાં મોટાં પાપ પણ નાશ. પામે છે. ઘણા વખતથી એકઠાં થયેલાં લાકડાંઓને પ્રબલ અગ્નિ જેમ એક ક્ષણવારમાં બાળીને ભસ્મ કરી નાખે છે, તેમ ઘણા કાળથી ભેગા થયેલાં પાપોને પણ ચુંગ બાળી નાંખે છે. યોગના પ્રભાવથી ગીને કફ વિગેરે શારીરિક મળ અને શરીરને સ્પર્શ વિગેરે દિવ્ય ઔષધિરૂપ બની જાય છે. તેને અણિમા લઘિમા વિગેરે સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. બધી ઈન્દ્રિયના વિષયોનું જ્ઞાન તે ગમે તે ઈન્દ્રિય દ્વારા પ્રાપ્ત કરી શકે છે. પૃથ્વી, પાણી, આકાશ વગેરે સ્થળે તે ગમે તેમ ગતિ કરી શકે છે. નિગ્રહ અને અનુગ્રહ કરવામાં સમર્થ થાય છે, દૂરના કેઈપણ મૂર્તદ્રવ્યનું જ્ઞાન કરી શકે છે. તણ બીજાના મન પ્રત્યક્ષ દેખી શકે છે. આ બધી સિદ્ધિઓ ગરૂપી. કલ૫વૃક્ષના વિકસ્વર થયેલા પુપેની શેભા છે. વેગનું ખરેખરૂં ફલતે મેક્ષની પ્રાપ્તિજ છે. રોગનું માહાભ્ય કેવું અદ્દભુત છે! ભરતક્ષેત્રના સ્વામી ભરત ચક્રવર્તી વિશાળ સામાન્ય વહન કરતા હોવા છતાં આરીસા ભુવનમાં રોગના માહામ્યથી કેવળજ્ઞાન પામ્યા !
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy