SearchBrowseAboutContactDonate
Page Preview
Page 528
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૪ , ચાર કષાને જીતવાના ઉપાશે. ક્ષમાથી ક્રોધને, નમ્રતાથી માનને, સરલતાથી માયાને અને સંતોષથ લેભને જીતવે જોઈએ ઈન્દ્રિય જય. ઈન્દ્રિયોને જીત્યા સિવાય મનુષ્ય કષા ઉપર વિજય મેળવવા સમર્થ થતું નથી, કેમકે શીયાળાની ઠંડી, પ્રજવલિત અગ્નિ વિના દૂર કરી શકાતી નથી. અનિયંત્રિત, ચંચળ અને ઉન્માર્ગગામી ઈન્દ્રિયરૂપી ઘોડાઓ પ્રાણુને ખેંચીને નરકરૂપ અરણ્યમાં જલદી લઈ જાય છે. જે પ્રાણી ઇન્દ્રિથી છતાયેલે છે, તે કષાયથી જલ્દી પરા ભવ પામે છે. બળવાન પુરૂષે એ પહેલાં જેની એક ઈંટ ખેંચી કાઢી છે, તેવા કિલ્લાને પાછળથી કોણ તેડી પાડતું નથી? નહિં છતાયેલી ઈનિદ્રા માણસોના કુળને નાશ, અધ:પાત, બધ અને વધને કારણરૂપ થાય છે. હાથણીના સ્પર્શ સુખના આસ્વાદથી સૂંઢ લાંબી કરનાર હાથી તરત જ આલાન સ્તંભ સાથે બંધનના કલેશને પામે છે. અગાધ પાણીમાં ફરનાર ગરીબ માછલું લેઢાના સળીયામાં રહેલું માંસ ખાતાં, સ્વાદમાં લુબ્ધ થતાં નિશ્ચય પારધીના હાથમાં પડે છે. ગધને લાલુપી ભમરે મોન્મત્ત હાથીના કપિલ પર બેસતાંકર્ણતાલના આઘાતથી મરણ પામે છે. સુવર્ણના છેદ જેવી શિખાના પ્રકાશમાં મેહ પામેલ પતંગિઓ મૂર્ખાઈથી દીવામાં પડતાં મૃત્યુ પામે છે. મને હર ગીત સાંભળવામાં ઉસુક થયેલું હરણ પારધીના કાન સુધી ખેંચાયેલા બાણથી વિધાય છે, એ રીતે
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy