SearchBrowseAboutContactDonate
Page Preview
Page 521
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૭૫ કેશરી કિશોર સિંહ નિરંતર રહેલો છે, તેઓને અનિષ્ટ એવા દુર્ઘટ વિધિની ઘટનાઓ નડતી નથી. અંતકાળે જેણે આ નવકારને ભાવપૂર્વક યાદ કર્યો છે તેણે સકલ સુખને આમ ત્રણ કર્યું છે અને સકળ દુઃખને હંમેશને માટે તિલાંજલિ આપી છે. મરણ સમયે નવકારને યાદ ન કરી શકાય તે ધર્મબન્ધની પાસેથી તેનું શ્રવણ કરવું અને વિચારવું કે અહો ! હું સર્વાગે અમૃતથી સિંચાય છું અને આનંદમય થયે છું કે જેથી કઈ પુણ્યશાળી બંધુએ પરમપુણ્યનું કારણ, પરમકલ્યાણને કરનાર, પરમમંગળમય આ નવકાર મને સંભળાવ્યો. અંત વખતે આ નવકારના શ્રવણથી આજ મારે પ્રશમ, દેવગુરૂની આજ્ઞાનું પાલન, નિયમ, તપ અને જન્મ બધું સફળ થયું. અહો ! મને દુર્લભ વસ્તુને લાભ થયે, પ્રિયને સમાગમ થ, તત્વનો પ્રકાશ થયે, હાથમાં સારભૂત વરતુ આવી ગઈ, આજે મારા કષ્ટ નાશ પામ્યાં, પાપ પલાયન કરી ગયું અને હું ભવસમુદ્રને પાર પામે કે જેથી આ નવકારનું મને શ્રવણ થયું. સુવર્ણને અગ્નિને તાપ જેમ શુદ્ધિ માટે થાય છે તેમ મારી વિપત્તિ પણ મને સારા માટે થઈ ગઈ અને મહામૂલ્યવાન આ નવકારનું તેજ આજે મને મળ્યું. આ રીતે શમરસના ઉલાસપૂર્વક નવકારનું શ્રવણ કરનારા કિલષ્ટ કર્મોને હણે સદ્ગતિનું ભાજન થાય છે. મેક્ષાધિકારી. દર્શન જ્ઞાન અને ચારિત્રરૂપ રત્નત્રયને પામ્યા સિવાય કેઈપણ મેક્ષ પામી શકતું નથી. અંશથી સમ્યગૂ રત્ન ત્રયીનું અહીં વર્ણન પુરૂં થયું.
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy