SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૦ સમતાથી જાપમાં સાહજિક પ્રગતિ થશે, સમતા ચિત્તમાં શાનિતનું સામ્રાજ્ય સ્થાપિત કરશે અને એથી નવકારનું સમરણ કાયમી બનશે. શાતિ, સમતા અને સમર્પણ એ ત્રણેને સાધક પિતાના જીવનમાં જેટલાં અધિક સ્થાપિત કરશે, તેટલી તેની પ્રગતિ અધિક થશે. સાધકે પિતાના બધા સંબંધમાં આધ્યાત્મિક્તા સ્થાપિત કરવી. કેઈ પણ પ્રકારના અગ્ય આકર્ષણમાં પિતે તણાઈ જવું નહિ, તેમ કઈ પણ વિષયના રાગષમાં બીજાને બાંધવાને પણ પ્રયાસ કરો નહિ. સાધનાના પરિણામ વિષે અધિરા ન બનવું. પણ ધારણ કરવું. સાધનામાં વિતાવેલી પ્રત્યેક પળની જીવન ઉપર અચૂક અસર થાય છે. નવકાર જ્યારે સુક્ષ્મભૂમિકાઓમાં અપ્રગટપણે શુદ્ધિનું કાર્ય કરે છે, ત્યારે એને પ્રભાવ તાત્કાલિક જણાતું નથી, પણ ધીરે ધીરે ચગ્ય સમય પાકતાં એ બહાર આવે છે અને આપણી સમગ્રતામાં તેમ જ આપણું વાતાવરણમાં એને પ્રભાવ પ્રગટ અનુભવાય છે. જ્યાં સુધી સાધકના ચિત્તમાં ચંચળતા, અસ્થિરતા, અશ્રદ્ધા, ચિંતા, વિગેરે હોય છે, ત્યાં સુધી તે પ્રગતિ કરી શકતું નથી. એ બધાને અભાવ કરી શાન્તતા, સ્થિરતા, અડગતા, ધીરતા, વિગેરેને પિતાના ચિત્તમાં સ્થાપિત કરવાં, તે સાધક માટે અતિ આવશ્યક છે. સાધકે એ પણ નક્કી કરી રાખવું કે મારા ઉદેશની
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy