SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૯ થતી નથી. આ ભાવનમસ્કાર અસંખ્ય દુઃખના ક્ષયનું કારણ છે. આલેક અને પરલેકનાં સુખ આપવામાં કામધેનુ-ગાય સમાન છે. માટે હે આત્મન ! તું આદરપૂર્વક આ મંત્રને જપ! હે મિત્ર મન! સરલભાવે વારંવાર તને પ્રાર્થના પૂર્વક કહું છું કે સંસાર સમુદ્રને તરવા માટે જહાજ સમાન આ નમસ્કાર મંત્રને ગણવામાં તે પ્રમાદી થઈશ નહિ. આ ભાવનમસ્કાર ઉત્કૃષ્ટ સર્વોત્તમ તેજ છે, સ્વર્ગ અને મેક્ષને સાચે માર્ગ છે, તથા દુર્ગતિને નાશ કરવામાં પ્રલયકાલના પવન સમાન છે. ભવ્ય પુરુષે વડે હંમેશાં ભણા, ગણાતે, સંભાતે, ચિન્તન કરાતે આ નવકારમંત્ર સુખ અને મંગળની પરંપરાનું કારણ છે. ત્રણે જગતની લક્ષમી સુલભ છે, અષ્ટ સિદ્ધિઓ સુલભ છે. મહામંત્ર નવકારની પ્રાપ્તિ દુર્લભ છે. માટે હે આત્મન ! આ નવકારને પરમ શરણરૂપ માની તેના તરફ અત્યન્ત આદર અને બહુમાન રાખી તગતચિત્તે તેનું સ્મરણ કર !
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy