SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૩ પૂજાના વ્યાપાર સિવાયની સર્વ ક્રિયાને ત્યાગ થાય છે, તેથી સંસારનાં કાર્યો સંબધી થતી સર્વ હિંસાને તેટલા વખત માટે ત્યાગ થતું હોવાથી અહિંસા ધર્મ પણ સધાય છે. સત્યધર્મ : શ્રી જિન પૂજનના કાળમાં અસત્ય બેલવાનું હોતું નથી માટે સત્ય ધર્મ પણ સધાય છે. અસ્તેય ધમ: શ્રી જિન પૂજન વખતે ચોરી કરવાની હેતી નથી, તેથી અસ્તેય ધર્મની પણ આરાધના થાય છે. બ્રહ્મચર્યધર્મ : શ્રી જિન પૂજનના કાળમાં મન, વચન, કાયાથી શુદ્ધ શીલનું પાલન થાય છે અને સ્વસ્ત્રી સંબંધી પણ વિકાર હેત નથી, તેથી બ્રહ્મચર્ય ધર્મ પણ સધાય છે. અપરિગ્રહધર્મ : શ્રી જિન પૂજન માટે મંદિરમાં પ્રવેશ કરતી વખતે જ નિસાહિ કહીને પ્રવેશ કરવાનું હોય છે, તેથી તેટલા વખત માટે સંસારના આરંભ પરિગ્રહનાં સર્વ કાર્યોને નિષેધ થવાથી અપરિગ્રહ ધર્મ પણ સધાય છે. - સમ્યકત્વધર્મ: શ્રી જિન પૂજા એ સુદેવની ઉપાસના રૂપ હોવાથી સમ્યક્ત્વની કરણી છે. રાગી Àષીની ઉપાસના એ મિથ્યાત્વ છે અને શ્રી જિન પૂજાથી રાગ દ્વેષીની ઉપાસનારૂપ મિથ્યાત્વને ત્યાગ થાય છે, તેથી સમ્યકત્વ. ધર્મ પણ સધાય છે. ચારિત્રધર્મ : શ્રી જિન પૂજા એ લૌકિક અદ્ધિ સિદ્ધિની પ્રાપ્તિ અર્થે કરવાની નથી હતી કિતુ જ્ઞાન– દર્શન ચારિત્રરૂપી રત્નત્રયી તથા તેની આરાધનાના ફળરૂપ
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy