SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ સંસારના ત્રિવિધ તાપથી દુઃખી થયેલ પ્રાણી પિતાના ઈષ્ટ તેમનું શરણ શોધે છે અને શરણું મળતાં પરમ શાતા પામે છે. પ્રભુ ! દીન, દુઃખી અને સંસારમાં રડવડતા પ્રાણી એના શરણરૂપ આવા ઈષ્ટ દેવેમાં આપ શિરોમણિરૂપ છે. પ્રભુ! પૂર્વે આરાધલ રત્નત્રયના બળે તીર્થંકર પદવીની સમૃદ્ધિ આપે મેળવી છે. એ સમૃદ્ધિએ દેવતાઓ, દેવેન્દ્રો, નરેન્દ્રો અને મેંદ્રોને ભક્તિ ઘેલા બનાવ્યા છે, એ સમૃદ્ધિછે તિર્યંચ એવા પશુ પંખીઓને પ્રેરણા આપી છે, એ સમૃદ્ધિએ અનેક પાપીઓને ઉદ્ધાર કર્યો છે, એ સમૃદ્ધિએ આપને ત્રણ લેકના સ્વામી બનાવ્યા છે. પ્રભુઅપની એ તીર્થંકરપણાની અમર સમૃદ્ધિને હું પર્વ ક નમન કરું છું. નાથ! દેવેન્દ્રો અને નરેન્દ્રોની ભક્તિ, આઠ મહાપ્રાતિહાર્યોની શભા કે સમવસરણ આદિની રચના–એ બાહો દેખાતી સામગ્રીના લીધે જ આપ સર્વ ઈષ્ટ દેવમાં શ્રેષ્ઠ છે એમ નથી. એવી બાહ્ય સમૃદ્ધિ તો કઈ કઈ ઈન્દ્રજાળીઓ પાસે પણ હોઈ શકે છે. પણ પ્રભુ! જેના લીધે આપ દેવાધિદેવ બન્યા, જેના લીધે આપની તીર્થકરપણાની સમૃદ્ધિ ત્રણે ભુવનથી ચઢી ગઈ. તે છે આપની અપૂર્વ આત્મ સિદ્ધિ. આપની અમર દેશના પ્રભુ! આપે જોયું કે આ સંસાર સદા દુઃખમય છે. એમાં પડેલ આત્મા સુખ દુઃખનાં આદેલનમાં સદાકાળ અથડાયા જ કરે છે. એ સંસારથી છુટા થવાનો ઉપાય ન શોધવામાં આવે ત્યાં સુધી આત્માને અમર શાન્તિ લાધવાની નથી અને તેથી પ્રભુ ! આપે આત્મ સાધનાની શેધ કરી. એ શોધથી આપે આપના આત્માને સ્ફટિક જે નિર્મળ
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy