SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ર હે તેમ અનંત વીર્યની ઉપાસનામાં આપે આ શરીર ઉપર “ઉગ્ર તપસ્યાના ઘા કર્યા અને પ્રભુ! જાણે આપની અદશ્ય આત્મ ઉપાસનાથી ત્રાસી ઊડ્યો હોય તેમ છેવટે એ કર્મ. રાજને પરાજય થયે, એના અભેદ્ય બંધને રેતીના મહેલની જેમ શી વિશીર્ણ થઈ ગયાં, આત્મા ઉપરનું એનું આધિપત્ય લુપ્ત થઈ ગયું અને આત્માની અનંત શક્તિનો જય જયકાર થયે. પ્રભુ ! આપ અનંત શક્તિને પણ થયા. આપે સંસારને સમજાવ્યું કે આત્મબળ આગળ કર્મબળ રાંક બની જાય છે. પ્રભુ! કોઈ મહા તરવૈયે પિતાની ભુજાઓના બળથી મહાસમુદ્રને જેમ તરી જાય, તેમ આપ આત્માની અનંત શક્તિરૂપ ભુજાએથી આ સંસાર સમુદ્ર તરી ગયા. દેવ! આપ અનત શક્તિના ધણ છે. મારી એ અનંત આત્મશક્તિઓ સજીવન થાય, મારા કર્મબંધને નાશ થાય, અપૂર્વ વીર્યઉલ્લાસના આનંદને મારા આત્મામાં સંચાર થાય અને હું આ ભયંકર સંસાર સમુદ્રને તરવા શક્તિશાળી બનું, એ માટે પ્રભુ! અનંત બળવાળી એવી આપની ભુજાઓની હું ભાવપૂર્વક પૂજા કરું છું. નાથ ! આપે અનેક નિબળામાં બળનો સંચાર કર્યો છે, પ્રભુ ! આપ જેવા મહાવીર્યવાનની પૂજાથી મુજ નિર્બળમાં એ આત્મશક્તિને સ ચાર થજે. સિદ્ધ શિલા ગુણ ઊજળી, લેકાંતે ભગવંત વસીયા તેણે કારણે પ્રભુ, શિર શિખાપૂજત. ૫ હે ત્રણ લોક્ના નાથ ! કર્મને આધીન થઈ અનાદિકાળથી ભમ્યા કરતે આ
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy