________________
૧૬૫
પ્રભુની પૂજા શા માટે કરવાની છે? પ્રભુના કયા ગુણૈાને ઉદ્દેશીને :કરવાની છે? અને એ પૂજા દ્વારા પ્રભુ પાસે એના શુ' ખલા માંગવાના છે ? પ્રભુની નવ અંગપૂજાની પાછળ કેવી રીતે વાસ્તવિક ચૈતન્યપૂજા-ગુણુપૂજા સમાયેલી છે અને પૂજા કરનાર આત્માને એ કેટલી અચિંત્ય ફળદાયી છે. તેનું વર્ણન અહી પ્રત્યેક અગના દુહા પછી આપવામાં આવ્યુ છે, જે વાંચીને કાઈપણ સુહૃદય આત્માનું હૃદય પ્રમુદ્રિત બન્યા સિવાય રહેશે નહિ.
જળ ભરી સોંપુટ પત્રમાં, યુગલિક નર પુજત; ઋષભ ચરણ અંગઢંડે, દાયકે ભવ જલ અંત. ૧ હે કરૂણાસાગર પરમાત્મન્ !
અનાદિ કાળના સ’સાર ભ્રમણથી થાકેલા હું આજે આપના ચરણે આવ્યેા છું. આપના ચરણનુ શરણુ પામીને અનેક દીન, દુ:ખી અને પાપી આત્માએ ભવના નિસ્તાર પામી પરમપદને વર્યાં છે. દેવના દેવ ઈન્દ્રો, નરેન્દ્રો અને ચેાગેન્દ્રોએ આપના ચરણેાથી પવિત્ર થયેલ રજને મસ્તકે ચડાવી છે. આપના ચરણની પવિત્ર રેણુએ કઈક પાપીએની પાપવાસનાઓ ઉપર સૌરભ પાથરી છે. જ્યા જ્યાં આપના ચરણેાએ વિહાર કર્યાં છે, ત્યાં ત્યાં સુખ અને માંગલ્યના આદ્ય ઉભરાયા છે. . પ્રભુ! આપના એ પરમ પાવન ચરણે। આ ભયંકર ભવાવિમાં મારૂ શરણુ' હો ! હું વિશ્વવત્સલ વિભુ ! આપના પગલે પગલે સ્નેહની સરિતા ઉભરાઈ છે અને એ સ્નેહની સરિતાએ સંસારમાં ભભૂકતા