SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૭ સફેદ, ફાટયા કે બળ્યા વગરનાં તથા સાંધ્યા વિનાનાં રાખવાં, એ વસ્ત્રો હમેશાં ધોવાં જોઈએ તથા સુગંધી પદાર્થોથી વાસિત કરવાં જોઈએ, પૂજાનાં કપડાં પહેરીને વગર હાયેલાને કે અશુદ્ધ વસ્ત્રવાળાને અડવું નહિ. ૩ મનશુદ્ધિ :- જેમ બને તેમ મનને પૂજામાં સ્થિર કરવું તથા બીજું બધું એટલે સંસારના રગડા-ઝગડા, ખટપટ વગેરે ભૂલી જવું, ખોટા વિચારમાં મનને પરોવવું નહિ, દેવપૂજાદિ સમગ્ર ધર્મકરણીને મુખ્ય હેતુ અંતઃકરણની શુદ્ધિ કરવી તે જ છે, એ કદી પણ ભૂલવા જેવું નથી ૪ ભૂમિશુદ્ધિ – દેરાસરમાં કાજે બરાબર લીધે કે કેમ તે જોવું. પૂજાનાં ઉપકરણો લેવા-મૂકવાની જગ્યા પણ જેમ બને તેમ શુદ્ધ રાખવી, તેમ છવાકુલ ન હોય તે માટે ધ્યાન રાખવું ૫ ઉપકરણ શુદ્ધિ –પૂજાના જોઈતાં ઉપકરણે કેસર, સુખડ, પુષ્પ, ધૂપ, અગરબત્તી, દીપક, ચોખા, ફળ, નૈવેદ્ય વિગેરે જેમ બને તેમ ઉચી જાતનાં તેમ જ બની શકે તે પિતાના ઘરમાં લાવવાં. કળશ, ધુપધાણાં, ફાનસ, અંગતું છણાં વિગેરે સાધને ખૂબ ઉજળાંચકચકાટ રાખવાં. જેમ ઉપકરણની શુદ્ધિ વધારે, તેમ આહાદ વધારે આવશે અને ભાવની વૃદ્ધિ પણ વધારે થશે. ૬ દ્રવ્યશુદ્ધિ :- જિનપૂજા આદિ શુભ કાર્યમાં, વપરાતું દ્રવ્ય જે ન્યાયથી ઉપાર્જન કરેલું હોય, તે જ તે શુદ્ધ દ્રવ્યદ્વારા ભાવની અધિક વૃદ્ધિ થાય છે.
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy