SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ - - ર : C - ચાલુ રહે તેવી પ્રવૃત્તિ છે. ભગવાનની કરૂણામાંથી એવું તીર્થ સર્જાય છે, કે જે તીર્થમાં રહેલા તમામ આત્માએ સમગ્ર વિશ્વના મિત્ર બનવાને અહર્નિશ પ્રયત્ન કરે છે. “મિતી જે સંદરમH ” એ સત્ર જૈનધર્મને પ્રાણ છે. “જગતના મિત્ર થઈને રહેવું ” “ સૌનું સુખ ઈચ્છવું” કેઈને દુઃખ ન આપવું.” એવા આચાર અને વિચારવાળા સઘની પ્રભ સ્થાપના કરે છે. એ સંઘ દ્વારા પ્રભુની કરૂણા જગતમાં વિસ્તાર પામે છે. પ્રભુએ જે કંઈ સર્જન કર્યું છે, તે બધું પ્રભુની કરૂણામાંથી ઉત્પન્ન થયું છે અને પ્રભુની પ્રતિમા એ પ્રભુની કરૂણાનું મૂર્ત સ્વરૂપ છે. એ પ્રતિમાની મનહરતા જેવાથી જ પ્રભુની કરૂણ કેટલી અનંત અને અમાપ હતી તે ખ્યાલમાં આવે છે. જે પ્રભુની આપણે ભક્તિ કરીએ છીએ, એ પ્રભુ આટલા બધા કરુણશીલ હતા, એવું ભાન થતાંની સાથે જ આપણે આત્મા પણ જગતના તમામ જીવને પિતાના સમાન જેવા, જાણવા અને તેમની સાથે પિતાના સમાન આચરણ કરવા માટે ભાવનાશીલ બને છે. આ રીતે પ્રભુદર્શનથી આત્મામાં સમગ્ર જી પ્રત્યે સમદર્શિપણું આવે છે અને એ આત્મસમદશિત્વને ભાવ એ ઉત્કૃષ્ટ ભાવ છે, કે તે ક્ષણવારમાં અનંત ભવન પાપને દવંસ કરી નાખે છે. કારણ કે તેમાં સ્વાર્થભાવને બદલે પરમાર્થભાવની મુખ્યતા છે. પરમાર્થભાવ એ જ ધર્મનો સર્વત્ર સારે છે. જ્યાં સુધી જીવમાં સ્વાર્થભાવ પ્રધાન હોય છે ત્યાં સુધી તેના મનમાં સંક૯પ-વિક શાંત થતા નથી અને સંકલ્પ-વિકલપે. - - -
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy