SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ રંગવાળા તથા મનહર દેખાતા હશે, પણ હૃદયને આનંદ આપે તેવી તેનામાં સુગધ હેતી નથી. તેમ અજ્ઞાન, અશ્રદ્ધા, તથા અવિવેકપૂર્વક સામાયિક, પ્રતિક મણ તથા વ્રતાદિક બાહ્ય ક્રિયાઓ ઉપરથી સુંદર દેખાતી હશે, અર્થાત ધર્મરૂપે મનાતી હશે, પણ અંતરથી–તેવી શુષ્ક ક્રિયાઓથી આત્માની વિશુદ્ધિ થતી જ નથી. લેકેને સાચામાં મેહ નથી, પણ વધારે કેમ થાય તેવી ગણત્રોમાંજ મોહ હેય છે. ત્યાં કલ્યાણનો વિચાર માંથી સુજે ઘર ચણતા વાર થાય તેની હરક્ત નહિ, પણ મજબુત ચણતરકામથી ભવિષ્યમાં ઉપાધિ તથા વિશેષ ખરચ મટી જશે. તેમ અવિવેક તથા અજ્ઞાનપૂર્વક ઘણું સામાયિક તથા પ્રતિક્રમણદિક કરવાથી કલ્યાણ નથી, પણ અંતરદષ્ટિથી પુરૂષને ઓળખી તેની આજ્ઞાએ વિચાર, વિજ્ઞાન, વિધિ, વિવેક તથાં શ્રદ્ધાપૂર્વક દેષ નાશ કેમ થાય તેમજ આ ત્મિક ગુણોની પ્રાપ્તિ કેમ થાય? તેવા વિચાર વા લક્ષ્મપૂર્વક એક સામાયિક કે એક પ્રતિક્રમણ થાય તે પણ આત્માનું અવશ્ય કલ્યાણ થશે. માટે આ લેખ કઈ પણ જાતની શુભ ક્રિયા નિષેધાર્થે નથી, પણ ઉન્માર્ગથી મુક્ત થઈ સત્ય શું છે તે વિચારવા અર્થ અને સન્માર્ગ સન્મુખ થવાને માટે જ આ લેખ લખવાને લેખકનો ઉદ્દેશ છે અને તે વિચારવાથી સમજાઈ શકે તેમ છે. પૌષધ સામાયિકમાં આત્મચિંતન, પ્રતિક્રમણમાં ભૂત દોષની નિવૃત્તિ અને ભવિધ્યમાં તે ન કરવાની પ્રતિજ્ઞા, તેમ પૌષધમાં આત્મધ્યાનની મુખ્યતા છે. મન, વચન, કાયાની તથા વૃત્તિઓની સ્થિરતા કરી, આત્માને સદ્દધ્યાન, સદાચાર, સજ્ઞાન તથા સદ્દગુણોથી પુષ્ટ બનાવે–તેને પૌષધ કહે છે, સામાયિક પ્રતિક્રમણ ની ક્રિયા બે ઘડી (૪૦ મિનીટ) ની છે. પૂર્વ સંસ્કારની મંદતા હેવાથી, માનસિક તથા બુદ્ધિબળ મંદ હેવાથી, સત્સંગ તથા પુરૂષને સતત સમાગમ ન હોવાથી, જીવાત્મા બે ઘડીવારમાં આત્મસ્વરૂપની જાગ્રતી ન કરી શકે તે જ્ઞાનીઓ તેને પિષધ કરવાની પ્રવૃત્તિ તરફ દોરે છે. પિષધ દિવસ તથા રાત્રિના મળી આઠ પહેરને થાય છે. ચોવીસ કલાક સુધી સત્પરૂપ તથા સત્સંગના સમાગમમાં રહી આત્મસાધનને વિચાર કરે તે અવશ્ય સન્માર્ગ પામી શકે. એમ જાણી શાસ્ત્રકારોએ પૌષધક્રિયાની મહત્તા દર્શાવી છે. . જેવી રીતે પ્રતિક્રમણમાં પ્રતિજ્ઞા લેવાય છે, તેમ પૌષધમાં ચાર પ્રકારની પ્રતિતા લેવા આવે છે. “આહાર પૌષધ, શરીરસત્કાર પૌષધ, સર્વ બ્રહ્મચર્ય પૌષધ, અને અત્યાચાર પૌષધ.”
SR No.022929
Book TitleSadbodh Sangraha Part 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJayvijay
PublisherJasrajbhai Rajpalji Bhandari
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy