SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ પૂ. ધ્યમાં નૂતન પાપ ન કરવાની પ્રતિજ્ઞા પ્રમાણે વાઁ વિના દિવસના ખે વખત પ્રતિક્રમણ કરનાર, પચાશ વરસ સુધી કર્યાં કરે તેા પણ આત્મહિત કરી શકતા નથી. એ કેટલી ખેદની વાત છે ? સાંજની સ`ધ્યાએ પ્રતિક્રમણ કરે–તેને દેવસીય પ્રતિક્રમણ કહે છે, સવારે કરે તેને રાય, પદર દિવસે કરે તેને પુખ્ખી, ચાર માસે કરે તેને ચઉમાસીઅ, અને બાર માસે કરે તેને સવચ્છીઆ પ્રતિક્રમણ કહે છે. હમેશાં ન થઇ શકે તે પંદર દિવસે, વા ચાર માસે અથવા તા છેવટે ખાર માસે તેા પ્રતિક્રમણ અવશ્ય કરવું જોઇએ. પ્રતિક્રમણ કરનાર આત્મબળની જાગ્રતી કરે તેા એકજ વખતના પ્રતિક્રમણુથી પણ અનંત ભવના પાપનો નાશ કરી શકે છે. પ્રતિક્રમણના પાઠ ખાલી જવા તેનું નામ પ્રતિક્રમણ નહિ; પણ પાક્રમણ છે, ભૂતકાળના પાપથી નિવૃત્ત થઈ ભવિષ્યમાં પાપ ન કરવાની પ્રતિજ્ઞાનેજ જ્ઞાનીએ પ્રતિક્રમણ કહે છે. પ્રતિક્રમણ પાંચ-તે મહાપુરૂષાની સાખે થાય છે. અરિહંતસખિય, સિદ્ધખિય, સાહુખિય, ગુરૂખિયાઁ અને અપ્પસખિય. સારા અને પ્રતિષ્ઠિત ગૃહસ્થની સાખે ખત લખાવી નામંજુર ( ફરી જવાથી ) થવાથી દુનીયામાં હાંસીપાત્ર થવાય છે અને રાજ્યમાં દ‘ડાય છે, તથા એક વખત ચેારી કરી હોય અને પકડાતાં ન્યાયાધીશ પાસે માફી માગે તથા ફરી ન કરવાની કમૂલાત આપે, તે ન્યાયાધીશ તેની ઉપર દયા લાવી તેને છેડી મૂકે છે, પણ તેજ માણસ પા કરીને ચોરી કરી પકડાય, તેા પ્રથમ વખતની સજા પણ ખીજા વખતની સજાની સાથે મળે છે, અર્થાત્ ડખલ સજા મળે છે. ત્યારે અરિતાદિ પરમજ્ઞાનીઓની સાખે પ્રતિક્રમણમાં અઢાર પાપસ્થાનક થયાં હોય, તે સ ંભારી તેનું . પ્રાયશ્રિત લેવામાં આવે છે. પ્રાણાતિપાત ( જીવહિંસા ) મૃષાવાદ ( જુઠ્ઠું ખેલવું ) ચારી કરવી, પરસ્ત્રી વા પરપુરૂષનું સેવન કરવું ( તેના પ્રત્યે મન વયન અને કાયાના કાંઇ પણ યાગથી વિકારભાવે જોવું વા વવુ ), પરિગ્રહપૌદ્ગલિક પદાર્થોમાં મુર્થાં વા આસક્તિ રાખવી, ક્રોધ, માન, માયા, લાભ, રાગ, દ્વેષ, કલેશ, અભ્યાખ્યાન (કાઇના અવર્ણવાદ મેલવા ) ચાડી ખાવી, પ્રીતિ કે અપ્રીતિ કરવી, પારકાની નિંદા વિકથા કરવી, માયા-મૃષાવાદ–ગુન્હા કરીને ગેાપવવા, મિથ્યાત્વશક્ષ્મ-આત્મસ્વરૂપથી અન્ય એવા જગતના જડ પદાર્થોમાં મારાપણુ` તેમાં આસક્તિ અને જગદાકારવૃત્તિ-આ અઢાર પાપસ્થાના આત્માને આવરણનું કારણ, સંસાર ભ્રમણ કરાવનાર તથા દુર્ગતિમાં રખડાવનાર છે. તે અઢાર પાપા ક્યારે ક્યારે અને કેવી રીતે થયાં છે? અઢારમાંથી કયા કયા પાપે થયાં છે, તેના એક પછી એકના વિચાર ફરી, જે જે
SR No.022929
Book TitleSadbodh Sangraha Part 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJayvijay
PublisherJasrajbhai Rajpalji Bhandari
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy