SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ કરનારનું શ્રેય થાય છે. પણ ગાડરીયા ટોળાની માફક “જતા પુતિને જો’ એ રીતે દેખાદેખીથી સેવા કરનાર વા દાનાદિક આપનાર પરમાર્થ-માર્ગને સમજી કે પામી શકતું નથી. નીતિશાસ્ત્રમાં પણ કહ્યું છે કે “વિવારે 9 વાર્થ સિરિર્મવિષ્યતિ.” વિચારપૂર્વક કાર્ય કરવાથી જ ફલસિદ્ધિ થાય. દાન શું? કેવું દાન? તે કેવી રીતે અને કેવા પાત્રને આપવું ? તેને વિચાર કર્યા વિના અમુક મહામાને અમુક માણસે દાન આપ્યું, તેથી તેને મોક્ષ થયો, તેમ હું પણ દાન આપીશ, તે મારે પણ મોક્ષ થશે.” એમ કહ૫ના ઉત્પન્ન કરી દાનાદિક આપનારને પરમાર્થ–માગની પ્રાપ્તિ થઈ શક્તી નથી. તેના ઉપર એક દષ્ટાંત આપી દાનઅધિકારને સમાપ્ત કરવામાં આવશે. સૂર્યપુર નામના નગરમાં વિશુદ્ધ ચારિત્ર પાળનાર, પરમયોગી, શાંતમૂર્તિ, પરમજ્ઞાની ગેંદ્ર નામે એક સાધુ મહાત્મા મધ્યાન્હ સમયે ભિક્ષા લેવાને માટે ફરતા ફરતા એક ગૃહસ્થતા ઘરમાં ગયા. જે ઘરમાં પરમપવિત્ર, ધર્મરાગી, સદાચારી, પતિવ્રતા, સુશીલા–એવી એક સતી શ્રાવિકા હતી. યોગમૂર્તિ ગેંદ્ર મહાત્માને જોઈને તે પરમ હર્ષિત અને પ્રસન્ન ચિત્તવાળી થઈ, સાત આઠ ડગલાં મહાત્માની સામે જઈ, પ્રદક્ષિણા આપી, વિધિપૂર્વક વંદન કરી મહાત્માના આગમનને દર્શનથી “શરામેશાં થ યad હિન” એ રીતે પોતાના જન્મ તથા દિવસને સફળ થય જાણું પોતાના આત્માને સાર્થક માનતી, અમીની મેઘવૃષ્ટિ, મોતીના મેહુલા તથા સુવર્ણનો સૂર્યોદય થતાં જે હર્ષ થાય, તે કરતાં પણ અગણિત હર્ષના અપાર આનંદથી ઉછળતી સતી સાધ્વી, મુનિરાજને ભિક્ષા આપવા માટે ઘરમાં ગઈ. ત્યાં તે વખતે બીજું તો કાંઈ ન હતું, પણ માત્ર એક મેદક (લાડુ) હતા, તે લેવાને માટે ગુરૂદેવને તેણે વિનયથી વિનંતી કરી. મહાત્માને મોદક લેવાની લેશ પણ ભાવના ન હતી, છતાં પવિત્ર સતીના અત્યાગ્રહથી તેના ભક્તિમય હૃદયને શાંત કરવા માટે મુનિએ અર્ધ મોદક લીધે અને આત્મકલ્યાણરૂપ તેને ધર્માશિષ આપી. પવિત્ર સતીની અત્યુઝ નિષ્કામ ભક્તિના પ્રભાવથી અને યોગી મહાત્માના પુનિત પગલાંથી દેવતાએ સાડી બાર કોડ સુવર્ણ (સોનામહેર) ની વૃષ્ટિ કરી, અહા ! ધન્ય છે એ મહાત્માના પવિત્ર ચારિત્રને! અને ધન્ય છે મહાસતીની નિષ્કામ ભક્તિને ! આ વખતે એક નિરાશ્રિત ગરીબ બ્રિખારી રોટલાના ટુકડા માટે આજીજીથી પિતાના પામર જીવનને ધારણ કરતાં અને ઘરેઘર રખડતે તેજ
SR No.022929
Book TitleSadbodh Sangraha Part 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJayvijay
PublisherJasrajbhai Rajpalji Bhandari
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy