SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ પાત્ર–મધુર દુધ તથા સ્વચ્છ જળ હોય, પણ જે તેને કાદવ, કીચડ કે દુર્ગધવાળા ખરાબ પાત્રમાં નાખ્યું હોય, તો તે ગંધાઈ જાય છે, તેમ નિર્મળ ભાવપૂર્વક ન્યાયવિત્ત-સંપન્ન પદાર્થોનું દાન અધમ પાત્રને આપવાથી આત્મિક લાભની પ્રાપ્તિ થતી નથી. માટે પાત્ર પણ ઉત્તમ જોઈએ. આ વિશ્વમાં વિવિધ જાતના અનંત જીવોની કાટિમાં સર્વોત્કૃષ્ટ પાત્ર સપુરૂષ જ છે. સચ્ચિદાનંદ (સમ્યજ્ઞાન, દર્શન, ચારિત્રમય) રૂપ અવિનાશી એવું આત્મ તત્વ જેના હદયમાં નિરાવરણપણે અપૂર્વભાવ (પ્રગટપણા ને પામ્યું છે, તેને જ જ્ઞાનીઓ સપુરૂષ કહે છે. માસક્ષમણને પારણે માસક્ષમણના ઉપવાસો કરોડ વરસો સુધી કરતે હૈય, બાહ્ય ત્યાગના હઠબળથી ઉત્કૃષ્ટપણે બાહ્ય ચારિત્રબાહ્યાચાર)પાળતો હોય; પણ જે અંતરમાં આત્મજ્ઞાન પ્રગટ ન થયું હોય, તે તેને શાસ્ત્રકારે અજ્ઞા ની કહે છે. પુરૂષ તેજ છે કે જેને નિશદિન આત્માને ઉપયોગી છે. અમારો ગ૭, મત, વા સંપ્રદાય, અમારા શિષ્ય, આ અમારો ધર્મ અને આ તમારે એવી મમત્વ ભાવના તથા ભિન્નતા જેના હૃદયમાંથી નષ્ટ થયાં છે, ગમે તે દર્શન, ધર્મ–મત વા વેષ પ્રવૃત્તિ તરફ સત્ય-એજ જેને સ્વપણું સમજાયું છે, જગતના સર્વ ગ૭, મત અને દર્શને પ્રત્યે જેની સમભાવ વૃત્તિ છે, દેહમૂચ્છ અને જગ દાકારવૃત્તિથી જે વિરક્ત થયેલ છે, શત્રુ-મિત્ર પ્રત્યે પણ જેને સમવૃત્તિ છે–એવી ઉત્કૃષ્ટ દશાધારક પુરૂષ જ સંપુરૂષ કહેવાય છે. તેવા પુરૂષને પ્રસન્નતા તથા નિષ્કામના સહિત ચિત્તની નિર્મળ ભાવના પૂર્વક સત્ય તથા ન્યાય સંપન્ન દ્રવ્યનું જે દાન કરવું–તેને જ્ઞાની ભગવાન સુપાત્રદાન કહે છે પરમજ્ઞાની બળભદ્ર મુનિ જંગલમાં એકાંત રથળે રહેતાં અહોનિશ પ્રભુ ધ્યાનમાં જ નિમગ્ન હતા. શરીરના પિષણ માટે જંગલમાં ભિક્ષા મળે તો તે ગ્રહણ કરતા, નહિ તો અનાહારપણે આત્મધ્યાનમાં લીન રહેતા હતા. તેમના પવિત્ર ચારિત્ર અને આત્મિક શાંતિના પ્રભાવથી તે વનમાંના સિંહ, વ્યાધ્ર, સર્પ, નેળીયા, બિલાડાં, ઉદર, હરણ, ગાય-વિગેરે પશુઓ પિતાના વૈર-વિરોધને ભૂલી જઈ મહાત્માના અદ્દભૂત પ્રભાવથી નેહમાં સાથે રમતાં રમતાં મુનિરાજ પાસે આવતાં હતાં. મહામુનિ તેમને અંતર્વિશુદ્ધિ થવા અર્થે ધર્મનો સબંધ આપતા, જેથી પશુઓ અતિ પ્રસન્નતાને પામી આનંદ કલ્લોલ કરતાં હતાં. તેમાં એક સરળ સ્વભાવ હરણ, મહાત્મા પ્રત્યે બહુજ પ્રીતિ અને પૂજ્યભાવથી વર્તતે હ. મહાત્માના દર્શન તથા સમાગમથી પસન્નચિત્તવાળ થઈ પરમ આનંદ પામતો હતો. સંતની સેવા માટે જંગલમાં મનુષ્યને જવા આવવાના
SR No.022929
Book TitleSadbodh Sangraha Part 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJayvijay
PublisherJasrajbhai Rajpalji Bhandari
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy