SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ શિખરે તથા ચાર હત્યા કરનાર પ્રહારી વિગેરે અધમ આત્માઓ શત્રુ જય પહાડ ઉપર જવાથી વા જેવાથી મેક્ષે ગયા નથી, પણ પિતાના દુષ્કથી મુક્ત થવા કોઈ મહાજ્ઞાનીની આજ્ઞાથી શત્રુંજય ગિરનાર વિગેરે નિવૃત્તિના સ્થળામાં જઈ, એકાંતમાં ધ્યાન લગાવી, મન, વચન અને કાયાના યોગોની સ્થિરતા તથા વિશુદ્ધિ કરી, વિષય કષાયને છતી, આત્મજ્ઞાનને પામીને જ મોક્ષે ગયા છે. તેવી દશા પામવાને એ પર્વત ઉત્તમ સ્થળ વા સાધન છે, તેથી એમ નથી સમજાવવાનું કેશગુંજયાદિ પહાડના દર્શનથી જ તેઓ મોક્ષે ગયા અને બીજે સ્થળે ક્ષે ન જવાય. બીજે સ્થળે પણ ઉપરોક્ત દેને નાશ કરી, આત્મિક જ્ઞાનને મેળવી સન્માર્ગનું સેવન કરે, તે ગમે તે સ્થળે મેક્ષમાં જઈ શકે છે. જેમ શત્રુ તે કોણ? તેને જ કેમ થાય ? તેના દર્શન શું? એ અંતર્ગત ભાવ સમજ્યા વિના માત્ર શબ્દાર્થથી શત્રુંજ્યના દર્શન એટલે પાલીતાણાના પહાડ ઉપરના દેરાસરના દર્શન કરવાથી વા તેની મૂર્તિ ભરાવવાથી બે ત્રણ ભવમાં મોક્ષ મળી શકે એ ઉંધી સમજણ છે. તેમ અભયદાનના સંબંધમાં પણ લગભગ તેવું જ બન્યું છે. બકરાં, ગાય, ભેંસ તથા પાડા વિગેરે મારનાર ચંડાલને મહેમાગ્યા પૈસા એકના દશગણું આપી તથા બકરીઈદના વખતમાં મહેમાગ્યા રૂા. આપી બે ચાર કે પાંચ દશ ઘેટાં બકરાં છોડાવવાથી અભયદાન થતું નથી, પણ હિં સાદાન જેવું થાય છે. અર્થાત હિંસાની વૃદ્ધિને ઉત્તેજન આપવા જેવું બને છે. કારણ કે પાંચ રૂા. ની કીમતના બકરાને દયાની લાગણીથી ઉશ્કેરાઈ જવાને ભાવ કરનારા દશ પંદર રૂા. આપી તેને છોડાવે, તે ચંડાલના ધંધાને ઉત્તેજન આપવા જેવું થાય છે. તે કારણથી તથા દયાના વેગમાં ઉશ્કેરાઈ બે ચાર બકરાંને છોડાવી પાંજરાપોળમાં દાખલ કરી દેવાથી “જીવ બચાવ્યાને ધર્મ થયો–એમ માનનાર પિતાની મોટી ભૂલ કરે છે. નિર્દય મનુષ્યની શસ્ત્રધારાથી મરણાંત કટમાં પડેલ પ્રાણનું રક્ષણ કરવું તેને મરણ–ભયમાંથી મુક્ત કરે તે જીવ પિતાને થયો ગણાય. કઈ પણ દયાળુને શરણે જનાર તે શરણાગત પ્રાણીને મરતાં સુધી સાચવી રાખે, તેને દુઃખ કે કષ્ટ આવવા ન દે, તેજ શરણે આવવાની સાર્થકતા છે. તેમ ભયમાંથી મુક્ત કરેલ છવને આપણે પતાના કુટુંબી જનની માફક તેને સાચવવો જોઈએ. ભવિષ્યમાં તેને જરા પણ આપત્તિ કે દુઃખ ન આવે, તેમ તેનું રક્ષણ કરવું જોઈએ. છતાં તેમ ન થતાં ચાંડાલ પાસેથી છોડાવી પાંજરાપોળની અધમ સ્થિતિમાં કે જ્યાં ડાંસ મચ્છર વિગેરે જંતુઓ કરડી ખાતા હોય, જ્યાં કાગડા, ગીધ વિગેરે ચાંચ મારી ફાડી
SR No.022929
Book TitleSadbodh Sangraha Part 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJayvijay
PublisherJasrajbhai Rajpalji Bhandari
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy