SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ આમાં કહ્યું છે કે-આ લોક્ના અસંખ્યાત આકાશપ્રદેશમાં એકેક પ્રદેશ અને નંતા છ ક્ષે ગયા છે અને જશે. આ વિશ્વમાં કોઈ એક સ્થળ કે પ્રદેશ એ નથી કે જ્યાં અનંત જીવો થાડા કર્મથી વા સંપૂર્ણ કર્મથી મુક્ત થઈ અંશેવા સંપૂર્ણ મુક્તદશાને પામ્યા ન હોય. તે પછી માત્ર એક રાયણને જ પૂજવાની શી જરૂર ? માત્ર ધર્મ ઘેલછા અને અજ્ઞાનતા શિવાય બીજું કાંઈ નથી. રાયણના ઝાડનું પાંદડું મસ્તક મ્ર પડવાથી મેક્ષે જવાનું હોય, વા એક વખત શત્રુંજય ડુંગર ઉપર જવાથી મોક્ષે જવાતું હોય, તે મેક્ષ જડતાને જ આધીન થશે. પાંદડું અને ડુંગરના પત્થરા જેટલીજ મેક્ષની કીમત ઠરશે. એક યમાં પણ કહ્યું છે કે – - “પશુ પંખી જે એ ગિરિ આવે, - ભવ ત્રીજે તે સિદ્ધજ થા; - અજરામર–પદવી પાવે.” કેટલું અસંભવિતપણું? આવાં કપોલકલ્પિત કાવ્યો તથા ગ્રંને જૈન શાસ્ત્ર માનવાથી કેટલી અધોગતિ થઈ છે અને થતી જાય છે, તે સુજ્ઞ આત્મા સુગમતાથી સમજી શકે તેમ છે. શત્રુંજય પહાડ ઉપર પશુ પંખી એક વખત આવવાથી ત્રીજે ભવે મોક્ષે જાય, તે પછી પુનમે પુનમે વર્ષમાં બાર વખત અને પાંચપચીશ વર્ષમાં સેંકડો વખત વા નવાયાત્રા કરનારા હજારે મનુષ્યનો તત્કાળ મોક્ષ થવો જોઈએ. એક મનુષ્ય જીદગીભર શત્રુની યાત્રા કરી નથી અને એક ધર્મધ ભકતે બે ચાર વખત નવાણું યાત્રાઓ કરી તથા પુનમે પુનમે જઈ સેંકડે યાત્રા કરી હોય છતાં જેવા કામ, ક્રોધ, મોહ, અને જ્ઞાન, રાગ, દ્વેષાદિ દેશે યાત્રા નહિ કરનારમાં હોય, તેવાજ અનેક દેશે સેંકડો યાત્રા કરનારમાં હોય તથા નહિ કરનારના કરતાં સેંકડો યાત્રા કરનાર સાધુ, સાધ્વી વા ગૃહસ્થમાં આવરણ-કર્મની ન્યુનાધિતા જણાતી ન હોય, પરેપકાર, ક્ષમા, અભિન્નતા, નિરાવરણ, આત્મભોગ, નિષ્કામ જીવન, આત્મિકઝાન વિગેરે આત્મિક ગુણે જણાતા ન હોય તે શું સમજવું? એજ સમજવાનું છે કે આ બધી પોપગુરૂઓની પ્રપંચકળાએજ છે. મતિહીન ધમધ ભક્તોને રંજન કરી પિતાની મહાન પ્રતિષ્ઠા મેળવવાની કપટકળાજ છે. હજારે જીવોને શાસ્ત્ર (સત્ય માર્ગ ) થી વિમુખ કરી, અજ્ઞાનરૂપ અંધકારથી Nળા બનાવી અનંત સંસાર વધારવાની માયાજ રચાય છે. જ્યાં સુધી વિષય, કષાય, રાગાદિ આત્મઘાતી દેશે ગયા નથી, જ્યાં સુધી અનાદિકાલના આવરછે શું છે અને તેને નાશ કેમ થાય, તે યથાર્થ રીતે જણાયું નથી, જ્યાં સુધી
SR No.022929
Book TitleSadbodh Sangraha Part 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJayvijay
PublisherJasrajbhai Rajpalji Bhandari
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy