SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ કમાન સળગી ગઈ છે, અને હવે કાચ સળગવો બાકી રહ્યો છે, તે સળગી જાય એટલે તરત લાવી આપની પાસે હાજર કરું.’ પિતાના નેકરની આવી અનWકારક પ્રવૃત્તિ જોઈ શેઠ મનમાં વિચાર કરી બેલ્યા કે – ભાવાર્થ સમજે નહિ, કરે કાંઈનું કાંઈ; ફાનસ સળગાવા કહ્યું, તો નાખ્યું ભડકા માંહિ.” સામાન્ય વિષયમાં આશય સમજ્યા વિના ઉલટું થઈ જાય છે, તો પછી મહાન જ્ઞાની પુરૂષોના તત્વગંભીર શાસ્ત્રોનું આંતરિક જ્ઞાન પામ્યા વિના, આત્મસ્વરૂપે પ્રગટ કર્યા વિના, દેહાધ્યાસબુદ્ધિ તથા જગદાકાર વૃત્તિને લય કર્યા વિના માત્ર શબ્દાર્થથી જ અર્થ કરવા જતાં અનર્થની વૃદ્ધિ થાય, તો તેમાં કાંઈ આશ્ચર્ય નથી. અભયદાન માટે પણ અમુક વિરલા પુરૂષોને બાદ કરીને વિચાર કરવા બેસીએ તે શાસ્ત્રના હેતુથી હજારે કોશ દૂર પ્રવૃત્તિ થતી જણાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે –“એક જીવને અભય આપનાર મહાપદને પામે છે, મહાપુન્ય ઉપાર્જન કરે છે અને તીર્થકરગેત્ર બાંધે છે –તે વાત સત્ય છે. પણ અભયદાન આપવું તે શું ? અને તે કેવી રીતે ? ચંડાલ તથા માછીમારોને પાંચ પચીશ રૂા. આપી બે ચાર બકરાં કે માછલાં બચાવવાં ? તે અભયદાન કહેવાતું હોય તે તેવી કરણી કરનાર લાખો મનુષ્યો છે, અને તે બધા તીર્થકર ( પરમાત્મ) પદને પામે છે તે પદની મહત્તા જ નથી. પાંચ પચીશ રૂ. આપી બે ચાર બકરાને છોડાવવાથી અભયદાન કહેવાતું હોય તો તેવા બંધથી જનસમાજમાં આત્મિકધર્મની ઉન્નતિ નથી, પણ હાનિ છે. જનસમાજમાં અનર્થ ઉત્પન્ન થવાનો સંભવ છે. જોકે એમ જાણશે કે –“ગમે તેવા મહાપાપ કરીને અનીતિ, અસત્ય તથા કિલષ્ટ કર્મોથી કમાણી કરી બે ચાર બકરાં, માછલાં કે કુકડાને બચાવશું એટલે મહત્પન્યની પ્રાપ્તિ થઈ જશે,’ એમ ઉન્માર્ગે જવાને સંભવ રહે છે. મહાપુરૂષોના વાક્યનો અંતર્ગત આશય જાણ્યા વિના શબ્દાથથી તેને અર્થ સમજવા જતાં ઘણી વાર અનર્થ થતા જોવામાં આવે છે. દાખલા તરીકે વેદાંતમાં સપ્તાહ નામનું પુસ્તક છે. જેમાં ગમે તેવા અપૂર્વ ભાવ હશે, પણ તેને વાંચનાર શબ્દજ્ઞાનીઓ એમ જણાવે છે કે – ગમે તેવાં પાપકૃત્ય કરનાર એક વખત બ્રાહ્મણ પાસે સપ્તાહનું શ્રવણ કરે, તે તેને મુક્તિ મળે.” સંપ્રદાયમેહના અજ્ઞાન–આવરણને લઈ સત્ય સમજવામાં લેકેનું વિચારબળ કેટલું ક્ષીણ થવા પામ્યું છે તે આ વાત પરથી સ્પષ્ટ સમજાય છે. પરીક્ષિત રાજાને શુકદેવજીએ સદ્દબોધ આપી સાત દિવસમાં મોક્ષ કર્યો છે. તે
SR No.022929
Book TitleSadbodh Sangraha Part 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJayvijay
PublisherJasrajbhai Rajpalji Bhandari
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy