SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ પર ત્રીજો લેખ સત્યનું માહાત્મ્ય—સત્ય શું અને સત્ય તત્ત્વના ઉપાસક આત્મબલિષ્ઠ મહાત્મા હરિશ્ચંદ્રજી તથા તેની રાણી તારામતી ભયંકર આપત્તિમાં આવી પડતાં પણ તેમણે સત્યવ્રતને કેવી દ્રઢતાથી ટકાવી રાખ્યું છે તેને અદ્દભુત ચિતાર ચિતરવામાં આવ્યા છે. ત્રીજા ભાગમાં જુદા જુદા મહાત્માના આધ્યાત્મિક લેખા છે. શરૂઆતમાં આ લેખકના પરમાપકારી કૃપાળુ મહાત્મા શ્રોશુભમુનિજીના દ્રવ્ય ગુણ પર્યાય સંબંધીના અપૂર્વ લેખ છે. ટુંકમાં દ્રશ્ય ગુરુ તથા પાઁયની વ્યાખ્યા જણાવી છે. સાથે ભ્રાંતિ વિચાર, ગાયન ઉપનયન તથા નવ તત્વમાંના જીવ અને અજીવ એ એ તત્ત્વોની કથાના ઉપનયનના નાના લેખા આપ્યા છે, બીજો અને ત્રીજો લેખ, ધારાળ નિવાસી એક પવિત્રાત્મા વકીલના છે. જેમાં આત્મા તથા જડની સાખીતી, આત્મા સાથે આવરણનુ કેમ બંધાવું અને આવરણિત કર્મના નાશ કેમ થાય ? ત્રોજા લેખમાં ઉદય તથા પુરૂષાર્થ શું છે ? દરેક કાર્યની પ્રગતિ ઉદયથી કે પુરૂષાર્થથી થાય છે ? પ્રથમ ઉદય કે પુરૂષાર્થ ? એ વિગેરેના અપૂર્વ ખાધદાયક ભાવ ખતાવવામાં આવ્યા છે. ચોથા લેખ તાત્ત્વિક વિચારાનુ` ગુંથન—એ નામના છે. જે ધોરાજી નિવાસી એક પવિત્રામાં વકીલના છે. જેમાં આ લેખકના પરમેાપકારી પરમસ્નેહી મુનિરાજશ્રી ભ્રાતૃચંદ્રજી સ્વામી કોટીલીંબડીસંપ્રદાયના છે, તેમનાપર આત્મ જાગ્રતી તથા આત્મિક વિકાસ કરવા માટે આત્મસત્તાની મહત્તા, માનસિક યાગ, મન તથા આત્માના સંબંધ, પરમાણુઓની ગહનતા વિગેરે જુદા જુદા વિષયેા ઉપર મધદાયક પત્રો લખ્યા છે, તેને સમાવેશ કરવામાં આવ્યા છે. પાંચમા લેખમાં ધારાળ નિવાસી એક મેજીસ્ટ્રેટ સાહેબને લેખ કે જેમાં આત્માના કર્તાપણાને અપૂર્વ ચિતાર આપવામાં આવેલ છે. આત્માની સાથે કર્મના સંબંધ કેવા છે, તેની નિવૃત્તિ કેમ થાય, આત્મા ક`ના કર્યાં કેવી રીતે છે અને અકર્તા કેવી રીતે છે. એ વગેરે ભાવાના ચિતાર પ્રદર્શિત કર્યાં છે. છઠ્ઠો લેખ શાસનકુમાર તથા શાસનદેવીના સંવાદ એ. નામના છે, જે લેખ મેારખી નિવાસી આધ્યાત્મિક લેખક પવિત્રાત્મા રા. રા. મનસુખલાલ ભાઇ કીરતચંદના છે, જેમાં આધુનિક જૈનશાસનની નિષ્ફળતાની ઝાંખી જ ણાવી છે. લેખકર્તાએ શાસનદેવી તથા શાસનકુમારએ એ પાત્રાદ્દારાએ હાલની જૈનપ્રાની કેવી અવ્યવસ્થા થતી ાય છે, તેના અપૂર્વ ચિતાર આપ્યા છે.
SR No.022929
Book TitleSadbodh Sangraha Part 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJayvijay
PublisherJasrajbhai Rajpalji Bhandari
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy