SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૩૫ નાસ્તિકતાને તર્ક આસ્તતા રૂપે પરિણમ્યો. તેથી બતાવે છે કે આ ભ પણ ભવ છે નહિ એજ તક અનુકલ (કારણ?) વિચારતાં પામી ગયા આત્મા ધર્મનું મૂળ. પૂર્વ જન્મની પ્રત્યક્ષ સિદ્ધતા થવાથી આત્માના અવિનાશીપણા રૂપ આત્મા ધર્મનું મૂળ પામી શકયા. પૂર્વ જન્મનાં સ્મરણ, જ્ઞાન તથા આરાધકપણથી શ્રીમાનની બુદ્ધિ એટલી નિર્મળ અને તીર્ણ થઈ હતી કે તેઓ ગમે તે અઘરો વિષય એક વખત વાંચી જવાથી અવિસ્મૃતિપણે સ્મૃતિ પટમાં ધારણ કરી શકતા. શ્રીમાન ગુજરાતી શિક્ષક પાસેથી મને જાણવામાં આવ્યું હતું કે જ્યારે સ્કુલમાં પ્રથમ ભણવા આવ્યા ત્યારે અમો એકથી સો સુધીનાં આંક અને પહેલી ચોપડીના પંદર વિશ પાઠ સુધી અમો બોલતા ત્યારે બોલી જતા અને લખી જણાવતા ત્યારે લખી આપતા હતા. અર્થાત છ સાત વર્ષની નાની વયમાં જ તેને એકાક્ષરી (એક વખત વાંચી જવાથી સ્મૃતિગત થાય)લબ્ધિ થઈ હતી. તેમની કૃતિ (શ્રીમાન રાજચંદ્ર) ના સાઠમા પત્રમાંજ તેઓશ્રીનાં જીવનની ટુંક રેખા તેમના અદ્દભુત સ્મરણ બલની સિદ્ધિ બતાવે છે. સાથે અગીઆર વર્ષ સુધીને કાળ કેળવણી લેવામાં હતો આજે મારી સ્મૃતિ જેટલી ખ્યાતિ ભોગવે છે તેટલી ભોગવવાથી કંઈ ઉપાધી ઉદયને લઈ અપરાધિ થઈ છે, પણ તે સમયે નિરૂપરાધિ જન્ય નિરપરાધિ સ્મૃતિ હોવાથી એકજ વાર પાઠનું અવલોકન કરવું પડતું હતું; છતાં ખ્યાતિનો હેતુ નહતા. સ્મૃતિ એવી બલવત્તર હતી કે જેવી સ્મૃતિ બહુ થોડાજ મનુષ્યોમાં આ ક્ષેત્રે–આ કાળે હશે. અભ્યાસમાં પ્રમાદિ બહુજ હતો. વાતે ડાહ્યો, રમતીઆળ અને આનંદી હતો. પાઠ માત્ર શિક્ષક વંચાવે ત્યારે જ તેનો ભાવાર્થ કહી જતા એટલે એ ભણીને નિશ્ચિતતા હતી. નાની વયમાં પણ પ્રીતિ વત્સલતા મારામાં બહુજ હતી. સર્વથી એકવ ઈચ્છતા અને વર્તતે. સર્વમાં ભ્રાતૃભાવ હેય તેજ સુખ એ મને સ્વભાવિક આવડતું હતું. આઠ વર્ષમાં મેં કવિતા કરી હતી, તે પાછળથી તપાસતાં સમાપ્ત (સાચી) હતી. અભ્યાસ એટલી ત્વરાથી કરી શકો હતો કે જે માણસે પ્રથમ મને પુસ્તકોને બોધ દે શરૂ કર્યો હતો, તેને જ ગુજરાતી કેળવણી પામીને તેજ ચોપડીને પાછો મેં બોધ કર્યો હતો. ત્યારે કેટલાક કાવ્ય રથે વાંચ્યાં હતા; તેમજ અનેક પ્રકારના બોધ ગ્રંથો મેં જોયા હતા, જે હજી સ્મૃતિમાં રહ્યા છે. “સમર્થ તત્ત્વજ્ઞાનિઓએ અને સમર્થ નાસ્તિકેએ જે જે વિચાર કર્યા છે તે જાતિના અનેક વિચારે તે અલ્પવયે મેં કરેલા છે.” (શ્રીમાન રાજચંદ્ર) આજે વિદ્યાર્થીને એક કાવ્ય વા એક કડી પણ પાંચ પચીસ વખત વાંચતાં મહા મુસીબતે કંઠાગ્ર થાય છે વા જુવાન વયમાં શરીરની પ્રબળ શક્તિ છતાં એકવખતનાં વાંચનથી સ્મૃતિ રહેવી મુશ્કેલ છે તેમજ
SR No.022929
Book TitleSadbodh Sangraha Part 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJayvijay
PublisherJasrajbhai Rajpalji Bhandari
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy