SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ જવાબ – વળી સિવાયના સાધારણ મનુષ્યમાં તે જેટલું દાન મન અનુમાનથી જાણે, તેટલું જ જ્ઞાન મન પાસેથી આત્મા પ્રત્યક્ષ જાણે એમ સંભવે છે. તે મન જે આત્માનો સ્વભાવ બધીય વસ્તુ પ્રત્યક્ષ જાણવાનું છે, તે શા માટે માત્ર મનની જ ક્રિયાને જાણે છે અને શા માટે તે જડની સાથે ભમ્યા કરે છે? જવાબ આત્માને સ્વભાવ બધું પ્રત્યક્ષ જાણવાને છે, પણ તેની તેને ખબર નથી, જેમાં એક માણસ અંધારીયા ઘરની અંદર ઝીણી તડમાંથી આ જગતના જુદા જુદા પદાર્થોને જુએ છે, તે તેને ઘણું ઓછું અને ઝાંખું દેખાશે, પરંતુ ઘરની બહાર જઈને જુએ તે તેને એકદમ બધું બરાબર દેખાશે, પરંતુ ઘરની બહાર કેમ જવું તેની તેને ખબર નથી. તેમ બહારથી બહુ વધારે દેખાશે તેનું તેને જ્ઞાન નથી; તેવામાં એવું બને કે એકાએક વારની બીજી તરફની ભીંત પડી જાય, તે તરત જ પેલે માણસ ઘણું અજવાળું જોઈ, પોતે જે તડમાંથી જુએ છે તેને પડતી મુકીને આ નવું અજવાળ જેવાને તે એકદમ મંડી જશે અને જ્યારે પોતે ભીંત પડી જવાથી ઘણું સ્પષ્ટ અંજવાળું જેશે, ત્યારે તે પિતાની તડને તે તદ્દન પડતી મુકી દેશે. આવી જ રીતે આત્મા મનની મારફત જાણ્યા કરે છે. આથી વધારે બીજું પ્રત્યક્ષ જ્ઞાન છે, તેની આ વખતે તેને કાંઈ ખબરજ નથી; એટલે તે આ મનરૂપ તડમાંથી જોવાનું કાયમ રાખે છે. જે વખતે એમ બને કે મને વર્ગણા કર્મ અર્થાત મન તેની આડેથી ખસી જાય અને પિતાને પ્રત્યક્ષ જ્ઞાનને અનુભવ થઈ જાય; તે પછી કોઈ દિવસ એ મનની મારફત પિતાનું જ્ઞાન મેળવશે જ નહિ. વધે એટલેજ છે કે આ શિવાય બીજી રીતે જોવાય છે તેની તેને ખબર નથી, માટે જ એ મનની મારફત જાણ્યા કરે છે અને તેની સાથે જાય છે." પ્રશ્ન–જા આત્માને ભમાવે છે કે આત્મા જડને ભમાવે છે? જવાબ–ોઈ કોઈને ભમાવતું નથી. તે પિતાપિતાના સ્વભાવ પ્રમાણે વર્યા કરે છે. પ્રશ્ન આત્મા જડની સાથે રખડે છે, તે શું તેનામાં ફાઈ, ભ્રાંતિ છે કે જ છે એજ હું કહું છું, એવું કે હું પણું તેનામાં ઘુસી ગયું છે? એવું છે કે જેથી કરીને આત્મા જડની પછવાડે ભમે છે? .
SR No.022929
Book TitleSadbodh Sangraha Part 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJayvijay
PublisherJasrajbhai Rajpalji Bhandari
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy