SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ,, આવ્યું, ત્યારે પંન્યાસપદવી અટકી પડી. કહે! બે લાખ પાંચ પચીશ લાખ રૂા. આપી જે. પી. વા સરનાઇટ થનારામાં ને પૈસાથી પદવી વેચાતી લેનાર પન્યાસમાં શું ફેર ? અરે! જે. પી. ને સરનાઇટ કરતાં પણ હલકા! કેમકે જે. પી. તે સરનાઇટની પછી લાખા રૂા. ના ખરચથી મળે છે, જ્યારે પન્યાસપદવી વા આચાર્ય પદવી પાંચ-સાતતુજાર રૂા. આપવાથી, ૧૦૦~૨૦૦ પ્રતા લખાવી આપવાથી તથા એક મે ચેલા કરી આપવાથી જ મળે છે. આવા અતેક દાખલા બન્યા છે અને બને છે. જેથીજ ઉપાધ્યાય મહારાજે જણાવ્યું છે કે ઢાકડે કુગુરૂ તે ાખવે, શું થયું એ જનળ રે. આવા પાપ-સામ્રાજ્યના સમયમાં જૈનશાસનની, સમાજ અને દેશની અધાગિત થાય છે. એમ નણી શાસન તથા સમાજની ઉન્નતિને માટે શ્રીમાન જિનવર્ધભસૂરિએ સમાર્ગનું સ્વરૂપ શું ? ત્યાગી મહાત્માઓનું જીવન કેવું હોવુ જોઇએ? સાધુ મહાત્માઓનું કર્ત્તવ્ય શું? શ્રાવકની દશા કેવી અને તેનું કર્ત્તવ્ય શું? જીવનું કલ્યાણુ કેમ થાય? એ વિગેરે સત્ય તા દર્શાવવા સઘટ્ટક નામનાં ગ્રંથને રચ્યા છે. પણ શું કરે ? પાપગુરૂઓની પ્રબળ રાજસત્તામાં ાની પાસે કહે? જો કહેવા જાય, તા પાપગુરૂએ તથા તેમના ધર્માંધ ભક્તો તેમને નાતબહાર કે સંઘબહારના ભય બતાવી તેમને હેરાન કરે અને છેવટે મારી પણ નાંખે. પણ જેના અંતરમાં સમાજના શ્રેયની સાચી દાઝ ઉદ્ભવી છે, તેને કાઇ પણ જાતને ભય હાયજ શાના? તે મહાત્મા તા જગતના બધા ભયેા તથા સંકટાની દરકાર કરેજ નહિ. અરે ! સમાજસેવા પાસે પાતાના દેહને પણ તૃણવત્ માની પોતાનું ખરૂં કર્તવ્ય બજાવવામાં પાછા હડતાજ નથી. શ્રીમાન જિનવલ્લભસૂરિજીએ ક્રાઇ મહાત્સવના મોટા પ્રસંગ મેળવી જે પ્રસંગે ધણા સાધુ ( પેપ ગુરૂ ) એને તથા મોટા મોટા કહેવાતા શ્રાવકાને ભેગા કરી સંધપટ્ટક નામને ગ્રંથ વાંચવાના પ્રયત્ન કર્યાં. તેની સાથે એક એવા પણ સંકલ્પ કર્યાં — આ ગ્રંથ વાંચી સંભળાવવાથી ઘણા પાપ ગુરૂએ ચીડાઇ મને ધર્માંધ ભકતા પાસે ઝેર અપાવી વા ખીજે રસ્તેથી પણ મરાવી નાખશે 'એમ દૃઢ પ્રતીતિ હતી. • પાપીઓના હાથે મરવા કરતાં પેાતાનાજ હાથે મરવુ-એ ઉત્તમ છે. ’ એમ જાણી પોતાના પેટમાં કટારી મારી આંતરડા અંતરમાં દાખી પેટે મદ્યુત વસ્ત્રના બંધ બાંધી ભર સભા સમક્ષ પોતે ગ્રંથ વાંચી સંભળાવ્યા, વાંચી સંભળાવ્યા આદ તરતજ વસ્ત્રના અધ છેડી નાખી કટારી પેટમાંથી બહાર હાડતાં તરત મરણ પામ્યા. અહા ! ધન્ય છે ધન્ય છે એ મહાત્માના આત્મબળને !. ધન્ય છે તેમના આત્મભાગને ! ધન્ય છે તેમની જાહેર હિંમતને !
SR No.022929
Book TitleSadbodh Sangraha Part 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJayvijay
PublisherJasrajbhai Rajpalji Bhandari
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy