SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ અને કલેશમય જીવન ગાળનાર, કુટુંબને ઉત્તાપ પમાડનાર, માતપિતા, સ્ત્રી - દિ કુટુંબીઓને રોવરાવનાર, ત્રાસ આપનાર, કોઈ એક દુઃખના નિમિત્તથી કે સાધુ સાધ્વીના લાંબા વખતના પરિચયને લઈ રાગજનિત મેહ થવાથી સં. સારમાં રહી નિડરપણે નિર્મોહી પણે અને નીરાગપણે નિસ્પૃહી જીવનને પાઠ નહિ શીખનાર, સંસારથી નાસીપાસ થઈ વૃત્તિ અને વાસનાઓ તથા રાગ, દ્વેષ કષાય વિષયદિ દુર્વત્તિઓને જ્ય કર્યા વિના વા તેવી દુર્ઘતિઓને જ કરવા માટે નિષ્કામ એવી પરમ ભક્તિ પરમ વૈરાગ્ય, અંતરત્યાગ અને આત્મ સ્વરૂપથી આત્મા તથા મનને બલિષ્ઠ બનાવ્યા વિના બિચારા દેહમુંડિત બાહ્ય વેષધારક, મસ્તક મુંડનમાંજ સાધુપણું માનનારા શાસનનું શું ઉકાળવાના હતા તેમના હૃદયમાં શાસનદાઝ કે સમાજ સેવાના અંકુરો ઉદ્દભવેજ ક્યાંથી ? માતપિતા તથા કુટુંબાદિકને રઝળાવી ત્રાસ આપી કકળાવી તેમના આત્માને સબોધથી સાંત્વન આપ્યા વિના મુંડાવનાર શિષ્ય ગુરૂનું કેવું ઠારે છે, એ ઘણીવાર આપણું જોવામાં આવી શકે છે. ચેલા ચેલીઓની વાસનાઓ તથા મત સંપ્રદાયના કદાગ્રહથી હદય સચિત અને નિષ્ફર બની ગયું હોય ત્યાં “Love is god” (પ્રેમ તે જ પરમાત્મા) એ પવિત્ર સૂત્રનું સંચરણ હેયજ શેનું? જે આત્મા ગૃહસ્થાશ્રમમાં રહી સત્ય નીતિયુક્ત નિઃસ્વાથી અને નિષ્કામપણે સર્વ આત્માઓ સાથે અભેદભાવ વતી પ્રેમમય જીવન ગાળી, પૂર્વ પ્રારબ્ધદય ભોગકર્મ તથા સંસારકર્મની ક્ષીણુતા થયે સંસારવિરક્ત ત્યાગી બને છે, તેજ આત્મા પરમાત્મપદ મેળવી બલભદ્ર મુનિ, અનાથી મુનિ, સ્વામી વિવેકાનંદ કે સ્વામી રામતીર્થની માફક પિતાનું, પરનું, સમાજ કે દેશનું હિત સાધવા પૂર્ણ શક્તિમાન બને છે. કેમકે જે જે સમાજના ધર્મગુરૂ ધર્મગુરૂની ડયુટિ ધારણ કરે છે. તે ધર્મગુરૂ પિતાની સમાજ ના દેશના અનેક આત્માઓ કરતાં જ્ઞાનશક્તિ, મનોબળ શક્તિ, શાંતિ, આનંદ, બુદ્ધિ, આદિથી વિશેષ હેય તેજ પિતાના સદ્દગુણ અને સદાચરણશ્રિત પવિત્ર બંધની અસર બીજા ઉપર પાડી સમાજ ના દેશનું હિત કરવા શક્તિમાન બને છે, પણ ગામડાને કે શહેરને હેય, જે મંદબુદ્ધિ દેહપોષણ તથા કુટુંબનું પિષણ કરવામાં પણ અશકત હોય, અરે! જેને બોલવામાં ભાષા શુદ્ધિનું પણ ભાન ન હોય એવા ભોળા કે મંદબુદ્ધિ આત્માને પિતાના રાગપાશમાં મોહિત કરી, ત્રણ કક્કાનું જેને પુરૂં જ્ઞાન નથી એવાને ધર્મ ગુરૂની મહાન ડીગ્રી આપી અર્થાત તેને ધર્મ ગુરૂ બનાવી તેના ત્રણ શબ્દાક્ષરના બોધથી સમાજ કલ્યાણ કરવા ઇચ્છે, એતો જાજવલ્યમાન બળતા અગ્નિમાં સુઈને શાંતિ ઈચ્છવા જેવું જણાય છે. જૈન સમાજનું શ્રેય કરવામાં આવા
SR No.022929
Book TitleSadbodh Sangraha Part 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJayvijay
PublisherJasrajbhai Rajpalji Bhandari
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy