SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૯ 66 "" થાય તેવા લક્ષ્યપૂર્વક શ્રવણ, મનન, સ્મરણુ વા ભજન કરે, અનાદિના અંતર્ દોષ નાશ કેમ થાય અને સન્માની પ્રાપ્તિ કેમ થાય ? તેના અન્યોન્ય વિચાર કરે તેને સાધનભકિત કહે છે, તેવી ભકિતથી જ્ઞાનમાર્ગ આરાધતાં આત્મજ્ઞાનને પ્રાપ્ત કરે, જગન્માહ તથા દેહમૂળેં ક્ષીણુ કરતા જાય, જગદાકાર વૃત્તિમાં વિરામ પામી પરમાત્મધ્યાન અને આત્મસ્વરૂપમાં રમણ કરે, પરમ જ્ઞાનને આપનાર એવા પરમકૃપાળ સત્ ભગવાનની મન, વચન, કાયાના ત્રિધાયાગથી વિશુદ્ધ પરિણામે નિષ્કામપણે ઉત્કૃષ્ટ ઉલ્લાસપૂર્વક ઉપાસના કરે તેતે સ્વરૂપ ભકિત કહે છે. ખાતાં પીતાં ઉઠતાં બેસતાં નિરંજન નિરાકાર જીવ્યું ધન્ય તેહનું ” અહનિશ અવિચ્છિન્નપણે આત્માપયેાગમાં રહી, સચ્ચિદાનંદમય ખતી, પરમાત્મા તથા પાતે એવા પણાના ભેદભાવને ભૂલી જઇ, પરમાત્મા તેજ. પોતે અને પોતે તેજ પરમાત્મા–એમ એકત્વભાવને પામી, ધ્યાતા, ધ્યાન તથા ધ્યેયમાં એક રૂપ થઇ, અનહદ જ્યોતિમય પદ્મ જ્ઞાનની પૂર્ણ દશાને પામી, વિશ્વાકાર વૃત્તિને સર્વથા લય થઈ આવરણ દ્વેષના નાશ કરી, નિરાવરણુભાવ, નિર જન, નિરાકારના સ્વરૂપની પરાકાષ્ટાને પામે તેને પરાભકિત કહે છે. ચૈતન્ય સ્વરૂપ વા પ્રભુદર્શનની પ્રાપ્તિ, પરાક્ષ પરમાત્માનું સ્મરણ વા સેવા કરતાં થતી નથી, પણુ પરમજ્ઞાન જેને પ્રાપ્ત થયું છે એવા દેહધારી સજીવન મૃત્તિ પ્રત્યક્ષ વિદ્યમાન સદ્ગુરૂ થકીજ સદ્ધર્મ વા સ્વરૂપ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ભૂતકાળમાં થઇ ગયેલા પરમાત્માએ અને વમાન દેહધારી પરમજ્ઞાની સદ્ગુરૂમાં જ્યાં સુધી ભેદ છે, ત્યાં સુધી ભકિત તથા જ્ઞાનને કદાપિ પામી શકતા નથી. અનંત પરાક્ષ તીર્થંકરા ( પરમાત્મા) કરતાં એક પ્રત્યક્ષ જ્ઞાનીને અનંતગણા ઉપકાર છે—એમ રામરામ પ્રતીતિ થાય, ત્યારેજ પરમ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. સાતે ગુજરાતી ચોપડીઓ છપાઇ ગઇ છે. આંક ખારાક્ષરી વિગેરે બધુ છપાઇ ગયું છે, સાત ચોપડી ભણાવનાર માસ્તર કરતાં સાત ચોપડી રચનાર વિશેષ વિદ્વાન હાય છે, છતાં માસ્તરની જરૂર પડે છે. પરાક્ષ રચનાર વિદ્વાનના અક્ષરજ્ઞાનને બુદ્ધિગમ્ય કરવા માટે પ્રત્યક્ષ માસ્તરની આવશ્યકતા છે, તેમ પરાક્ષ જ્ઞાનીઓના જ્ઞાનના અતરમાં અનુભવ કરવા માટે પ્રત્યક્ષ જ્ઞાનીની આવશ્યકતા છે. tr તપ જપ ઔરતાદિ સમ, તહાંલગ હૈ ભ્રમરૂપ; જહાં લગી નહિ સંતકી, પાઇ કૃપા અનુપ. ત્રિધા યાગથી નિષ્કામપણે સત્યપુરૂષની સેવા કરી તેની કૃપા મેળવ્યા વિના તપ જપ બતાદિ ભ્રમરૂપ છે, અર્થાત્ સંસાર ફળ આપનાર થાય છે, "
SR No.022929
Book TitleSadbodh Sangraha Part 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJayvijay
PublisherJasrajbhai Rajpalji Bhandari
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy