SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ T૭૧ તેનું શું કારણ હશે? મારાથી કોઈ અનુચિત કાર્ય તે નથી સેવાયું ? વા આહારાદિકમાં કાંઈ અન્યાય પ્રવૃત્તિ તે નથી થઈ?” એ રીતે પિતાના પ્રિય પતિનાં વચનો સાંભળી સાધ્વી સ્ત્રીએ કહ્યું કે–“હૃદયદેવ ! આજે આપણા ત્રીજા (અદત્તાદાન વિરમણ) વ્રતને બાધા આવે તેવું અનુચિત કાર્ય મારાથી થઈ ગયું છે. આજે ઘરમાં દેવતા ઓલવાઈ ગયો, જેથી પાડોસીને ત્યાં લેવા ગઈ અને આપણું ઘર તરફ આવતાં “દેવતા થડે છે તેથી ચુલામાં પ્રવલિત કરતાં તે ઓલવાઈ જશે” એમ જાણી પાછો પાડોસીના ઘરની ભીતે છાણાને ઘેર (છાણાં થાપી ઉપાડી લીધા પછી જમીન ઉપર પડી રહેલ ભુકો) પડ્યો હતો, તે પાડેસીને પૂછયા વિના ચપટી ભરી દેવતાના અંગારાપર નાખે, તે દેવતાથી અન્ન પકાવ્યું અને તે અનાજના ભક્ષણથી આપની વૃત્તિ ધર્મભાવનામાં સ્થિર ન રહી હેય-એમ મારું માનવું છે. નાથ! કોઈને પુછ્યા વિના કેઈની અણુમાત્ર પણ વસ્તુ ન ગ્રહણ કરવાની આપણે પ્રતિજ્ઞા લીધી છે, છતાં આજે વિસ્મૃત દોષને લઈ પાડેસીને પુછયા વિના તેને છાણાનો ભૂકે લઈ, તેનાથી રસોઈ કરી, અન્યાય પદાર્થમિશ્રણ અનાજ પકાવી આપને ખવરાવ્યાથી આપની અંતરભાવનાને અલિત કરાવી આપની અપરાધી બની છું. માટે કૃપા કરી મને ક્ષમા આપશે. ભવિષ્યમાં કદાપિ પણ તેવી ભુલને આધીન નહિજ થાઉં' કહો, આજે કેટલાક મંદબુદ્ધિ જીવો ઘણું સાધુઓને એ પ્રશ્ન પુછે છે કે–“ મહારાજ ! સામાયક, પ્રતિક્રમણ, પૂજા, શ્રવણ, સ્મરણ, સંધ્યા પૂજન વિગેરે ધર્મ ક્રિયાઓ કરતાં અમારું મન સ્થિર કેમ રહેતું નથી ? એક માળા ગણતાં પણ મન સ્થિર રહેતું નથી તેનું શું કારણ? આવો પ્રશ્ન કરનારા જરા સ્થિરતા પૂર્વક વિચાર કરશે તથા ઉત્કૃષ્ટ નીતિસંપન્ન મહાત્મા પુણઆ શ્રાવકને દાખલે વિચારશે તો તે સુગમતાથી સમજી શકશે કે મન રિથર કયાંથી રહે ? પુણીઆ શ્રાવકનો વેપાર નિર્વદ્ય, સત્ય અને નીતિમય હતો. રૂની પુણીઓ એકજ ભાવે ન્યાય પૂર્વક વેચી, તેમાં પણ ત્રણ ચાર આનાની કમાણી થતાં તેટલામાંજ સંતોષ માનતા હતા. સ્ત્રી પુરૂષ બને વારા ફરતી એકાંતરે યાજજીવ ઉપવાસ કરતા હતા. હમેશાં એક સ્વામી (સાધર્મી) ભાઈને વા અતિથિ સાધુને ભેજન આપ્યા પછી પોતે જમતા હતા. બે માણસના ગુજરાન પુરતું બે પાંચ કલાકમાં મળી જાય એટલે વેપાર બંધ કરી બાકીને સમય તે દંપતી શાસ્ત્રવાંચન, સંત સેવા અને આત્મ ધ્યાનમાં ગાળતા હતા. જીંદગીમાં અમાત્ર પણ જેમણે અનીતિ વા અસત્યનું સેવન કર્યું જ નથી, છતાં માત્ર રસ્તામાં પડેલા છાણાના ભુકાથી સળગેલા દેવતા
SR No.022929
Book TitleSadbodh Sangraha Part 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJayvijay
PublisherJasrajbhai Rajpalji Bhandari
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy